Charotar Sandesh
ઈન્ડિયા

શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર, બે જવાન ઘાયલ…

શોપિયા : જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા બારામુલામાં સુરક્ષાદળોએ જૈશના બે આતંકીઓને ઠાર કર્યા હતા.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં કનિગામ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની મળેલી ગુપ્ત સૂચના પર તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું જ્યારે સુરક્ષાદળોના જવાન તપાસ અભિયાન કરી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. અધિકારીએ જણાવ્યું કે ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.
અધિકારીએ કહ્યું જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે તે ક્યા સમૂહ સાથે જોડાયેલો છે. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં બે સૈનિકા ઈજાગ્રસ્ત થયા છે અને તેની સારવાર ચાલી રહી છે.

Related posts

દેશમાં કોરોના બન્યો બેફામ : છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧.૪૪ લાખથી વધુ કેસ નોંધાયા

Charotar Sandesh

ભારતમાં કોરોના હવે બેકાબૂ : ૨૪ કલાકમાં વિક્રમજનક ૬૬૬૧ કેસો : મૃત્યુઆંક ૩૮૬૭…

Charotar Sandesh

કુપવાડામાં એલઓસી પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ : ૨ આતંકી ઠાર

Charotar Sandesh