Charotar Sandesh
બોલિવૂડ

નુસરત જહાંનું લગ્નજીવન ભંગાણના આરેની ચર્ચાએ પકડ્યું જોર…

મુંબઈ : ટીએમસી પાર્ટીની એમપી અને અભિનેત્રી નુસરત જહાંનું લગ્ન જીવન બરાબર નથી લાગી રહ્યું. એવી ખબર આવી રહી છે કે હવે નુસરતના લગ્ન તૂટવાના કગાર પર છે. તે હાલમાં પોતાના પતિનું ઘર છોડીને પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ છે. તેના લગ્ન જીવનમા આ ભંગાણનું કારણ અભિનેત્રી કોઈ બીજાને ડેટ કરી રહી છે. મળતી માહિતી અનુસાર નુસરત અભિનેતા યશ દાસ ગુપ્તાને ડેટ કરી રહી છે અને બન્ને વચ્ચે અંતર ઘટી રહ્યું છે.
એક મળતી માહિતી અનુસાર જ્યારે નુસરતને આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે એ મારી પર્સનલ લાઈફ છે અને તેના વિશે વાત કરવા નથી માંગતી. નુસરતે આગળ વાત કરી કે એક એક્ટર હોવાના નાતે હું કામ પર વાત કરીશ. હું મારી જિંદગીમાં શું બની રહ્યું છે એના વિશે વાત કરવા નથી માંગતી. વર્ષ ૨૦૧૯માં ટીએમસીના ટિકિટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી અને બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન ખુબ ચર્ચામાં પણ આવ્યા હતા.

Related posts

સારાએ કરાવ્યું વોગ મેગેઝિન માટે ફોટોશૂટ, જુઓ વધુ તસવીરો

Charotar Sandesh

હાર્દિક પંડ્યાને ‘ભાઇ’ કહેવા પર આ બોલિવુડ અભિનેત્રી થઇ ટ્રોલનો શિકાર

Charotar Sandesh

રિષિ કપૂર પોતાની તબિયતને લઇ બોલ્યાઃ હું ઠીક થઇ રહ્યો છું…

Charotar Sandesh