મુંબઈ : આજકાલ બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રીઓના બાળપણના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે ફરી બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કિયારા અડવાણી સુંદરતા અને એક્ટિંગ મામલે હાલ ઘણી એક્ટ્રેસિસને ટક્કર આપતી જોવા મળી રહી છે. તેણે ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની માટે એક અલગ સ્થાન બનાવી લીધું છે. તેણે અક્ષય કુમાર, શાહિદ કપૂર, મહેશ બાબૂ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તે છેલ્લે ફિલ્મ ‘ઈંદુ કી જવાની’માં ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. જેમાં દરેક વ્યક્તિ તેના પ્રેમમાં પડતો જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી કિયારાનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પ્રથમવાર તે રિલેશનશિપમાં ત્યારે પડી હતી જ્યારે તે ૧૦માં ધોરણમાં ભણતી હતી. આ રિલેશનશિપ વિશે તેની માતાને જાણ થઈ ગઈ હતી. તેમણે કિયારાને મોબાઈલ પર બૉયફ્રેન્ડ સાથે વાત કરતા રંગેહાથ પકડી હતી. કિયારાએ જણાવ્યું કે,’હું ૧૦મા ધોરણમાં હતી ત્યારે પ્રથમવાર રિલેશનશિપમાં આવી હતી. ત્યારે મારી માતાએ ફોન પર બૉયફ્રેન્ડ સાથે વાત કરતા પકડી પાડી હતી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે- તારી બોર્ડ એક્ઝામ્સ આવી રહી છે. તુ પોતાનું સંપૂર્ણ ધ્યાન હાલ અભ્યાસ પર ફોકસ કર.
મારા માતા-પિતાએ લવ મેરેજ કર્યા છે અને બંને અગાઉ બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હતા તેથી અમારા ઘરમાં ઘણો સારો માહોલ જોવા મળ્યો છે. હું જેને પણ ડેટ કરતી હતી તો વિચારતી કે આની સાથે જ લગ્ન કરીશ. હું પ્રેમ અને લગ્નમાં વિશ્વાસ ધરાવું છું. વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા હાલ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સામે વરુણ ધવન છે. વરુણ ધવન શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ છે. આ બંને સ્ટાર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે હવે તમામ સ્વસ્થ છે અને ફિલ્મની શૂટિંગ ફરી શરૂ થઈ ચૂકી છે.