મુંબઈ : મુંબઇ એરપોર્ટ પર એવી ઘટના બની કે, જોનારને થોડો સમય માટે તો એવું લાગ્યું કે, કોઇ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે. અભિનેત્રી શ્રૃતિ હસન મુંબઇ એરપોર્ટ પહોંચી બાદ ચેક ઇન સમયે તેમને જાણ થઇ કે, તે ટિકિટ તો ભૂલી ગઇ છે. પછી તો શું હતું. એરપોર્ટ પર તેમનો બોયફ્રેન્ડ દોડતો ટિકિટ લઇને પહોંચ્યો. જો કે એરપોર્ટ પર પહોંચ્યાં બાદ શ્રૃતિને યાદ આવ્યું કે, ટિકિટ સાથે નથી લાવી. પછી તો શાંતનું ફટાફટ ગયો અને ટિકિટ લઇને ફરી દોડતો એરપોર્ટ પહોંચ્યો.
પૈપારાજી વિરલ ભયાજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. શાંતનું જ્યારે ટિકિટ લઇને પહોંચ્યો તો શ્રૃતિએ તેમને હગ કરી લીધું અને ત્યારબાદ એરપોર્ટમાં એન્ટ્રી લીધી. શ્રૃતિના લૂકની વાત કરીએ તો તે સમયે તેમણે સ્પોટ બ્લેક બ્રા અને શીયર ક્રોપ ટોપમાં જોવા મળી હતી. તેમણે ક્રોપ ટોપ સાથે Camouflage પેન્ટ કેરી કર્યું હતું. તેની સાથે માસ્ક પણ મેચિંગ કર્યું હતું. શ્રૃતિ હસનનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની ફિલ્મ સલાર આવી રહી છે.
જેમાં તે બાહુબલી ફેમ પ્રભાસ સાથે જોવા મળશે, શ્રૃતિએ લક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ ‘દિલ તો બચ્ચા હૈ જી’, ‘રમૈયા વસ્તાવૈયા’ ‘વેલકમ બેક’ અને ‘ગબ્બર’ જેવી ફિલ્મમાં કામ કર્યું. બોલિવૂડમાં તો નહીં પરંતુ સાઉથ ફિલ્મોમાં શ્રૃતિ હસનને સારી સફળતા મળી છે.