Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

આઈપીએલ ઈતિહાસમાં ધોની સૌથી સફળ વિકેટકીપર બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તે આઈપીએલની રવિવારની મેચ દરમિયાન સૌથી સફળ વિકેટકીપર બન્યો હતો. આઈપીએલમાં ૧૩૨ શિકાર ઝડપીને તેણે દિનેશ કાર્તિકને પાછળ રાખી દીધો હતો. ધોનીએ દીપક ચાહરના બોલ પર રોહિત શર્માનો કેચ કરીને આ સફળતા પ્રાપ્ત કરી હતી. અગાઉ તેણે શાર્દુલ ઠાકુરના બોલે ક્વન્ટન ડી કોકને આઉટ કરાવ્યો હતો.
આઈપીએલ ફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડયન્સ વિરુદ્ધ બે શિકાર ઝડપ્યા હતા. તેના નામે હવે ૯૪ કેચ અને ૩૮ સ્ટમ્પનો રેકોર્ડ છે. કાર્તિકે આઈપીએલમાં કુલ ૧૩૧ શિકાર ઝડપ્યા છે જ્યારે રોબિન ઉથપ્પાએ ૯૦ શિકાર ઝડપ્યા છે.

Related posts

નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે ૭મી વાર શપથગ્રહણ કર્યા…

Charotar Sandesh

ગુજરાત : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

Charotar Sandesh

વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી ૧૨૦૦૦ રનનો સચિનનો રેકોર્ડ કોહલીએ તોડ્યો…

Charotar Sandesh