Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીમાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી…

આણંદ : આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી માં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજવંદનની સાથે રાષ્ટ્રીય ભાવનાને વરેલા સરદાર ના ૨૦૨૫ માં આવનાર સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે નિર્મિત સરદાર ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતાં. સંસ્થાના પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) સાહેબે ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. દ્ગઝ્રઝ્ર કેડેટ્‌સે પરેડ કરી હતી. આ પ્રસંગે મ્ ષ્ઠીિૈંકૈષ્ઠટ્ઠીં માં એ ગ્રેડ લાવનાર દ્ગઝ્રઝ્ર ષ્ઠટ્ઠઙ્ઘીંજને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના અભ્યાસ કરતા વિદ્યાર્થીની ઇન્દુબેને જણાવ્યું હતું કે, અત્યારના શૈક્ષણિક સ્પર્ધાના યુગમાં કોઇપણ સરકારી સહાય વગર ૪૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનું સંચાલન શ્રી બિપીન સાહેબ કરી રહ્યા છે. જે એક અભૂત પૂર્વક ઘટના કહી શકાય. સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકો પુરી પાડતી સંસ્થા દ્ગઝ્રઝ્ર ની પ્રવૃત્તિ પણ શ્રી બિપીનભાઇ વકીલ સાહેબ કોઇના પણ આર્થીક સહયોગ વગર ચલાવી રહ્યા છે. જે નોંધનીય ઘટના છે.
આ પ્રસંગે પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) સાહેબે આજના ૭૨ મા પ્રજાસત્તાકદિને જણાવ્યું હતું કે,આપણો દેશ આમતો, તહેવારોનો દેશ છે. એવું મહા કવી કાલીદાસે કહેલું. સાથે સાથે આપણા દેશમાં બે રાષ્ટ્રીય તહેવારો પણ એટલાજ મહત્વના છે. એક તો ૧૫ મી ઓગષ્ટ -ભારતનો સ્વતંત્ર્ય દિવસ અને બીજો ૨૬ મી જાન્યુઆરી – ભારતનો પ્રજાસત્તાકદિન. આ બન્ને ભારત વર્ષના રાષ્ટ્રીય પર્વ છેતેમ જણાવ્યું હતું. આજે આપણો દેશ આઝાદ દેશ છે. વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી દરમ્યાન દેશની આઝાદી માટે દેશના અનેક સપૂતો લોહી અને બલીદાન આપેલ છે.
દેશની સ્વતંત્રતા માટે એક યા બીજા પ્રકારે યોગદાન આપેલું છે તેમનું પણ સ્મરણ કરવું જોઇએ. આજે એવા જ બે નાયકોને યાદ કરી લઇએ. તેમાંના એક છે ઉત્તર ભારતના શ્યામલાલ ગુપ્ત અને બીજા છે દક્ષિણ ભારતના કે.પી. વૈકયા. દેશની નવી પેઢી આ વ્યક્તિઓ વિશે જાણતી હશે.ઉત્તર ભારતના શ્યામલાલ ગુપ્ત જેમણે સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ઝંડા ઉંચા રહે હમારા ગીત લખ્યું હતું. જે આજે આપણે પણ આ ગીત રાષ્ટ્રીય એકતાનું પ્રતિક સમાન છે. રાષ્ટ્રીય અવસરો પર આ ગીતને સમુહ ગાન સ્વરુપે ગાવામાં આવે છે અને આ એજ પી.કે. વૈકયા છે જેમણે ભારતના તીરંગાની ડીઝાઇન તૈયાર કરી હતી જે આજે આપણો રાષ્ટ્રધ્વજ છે. આ ઘટનાની માહિતી આપી સૌને માહિતગાર કર્યા હતા.
૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે તીરંગામાં ફેરફાર કરવામાં આવ્યો તેમાં,ચરખાની જગ્યાએ અશોક ચક્રને મુકવામાં આવ્યું. સમ્રાટ અશોક શાંતિ દૂત અર્થાત શાંતિનું પ્રતિક ગણાવામાં આવ્યા હોય, માટે તીરંગામાં અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું. આમ, આ ઉપરોક્ત બન્ને મહાનુભાવોને પણ આજના દિને યાદ કરવા જોઇએ… ભારતમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની યોજના બનાવાય પરંતુ, આજે આ દેશમાં કેટલી સફળ થઇ છે એ પણ એક મોટો પ્રશ્ર્‌નાર્થ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીઓમાં દરેકે વોટીંગ કરવું જોઇએ… જેનાથી સાચો વ્યક્તિ સત્તાનો ભાગીદાર બની શકે. જેના કારણે લોકશાહિનું જતન થાય.
ગત વર્ષ કોરોનાની મહામારીને લઇને સમગ્ર વિશ્ર્‌વ સહિત ભારતે ખુબ જ નુકશાન વેઠ્યું છે. ખેર, સદર કુદરતી સમસ્યાનું નિરાકરણ તો કુદરત જ લાવી શકે….અને વિશ્ર્‌વના વૈજ્ઞાનિકોએ કોરોના રસીની શોધખોળ કરી અને રસીકરણની પ્રક્રિયા સમગ્ર વિશ્ર્‌વની સાથે ભારતમાં પણ થઇ રહી છે. જેના કારણે કોરોના મહામારીનો અંત આવી રહ્યો છે. સાથે સાથે કેન્દ્ર સરકારના ખેડૂત બીલ વિષયક મનઘડત નિર્ણયથી સમગ્ર ખેડૂત આલમ નારાજ થઇ જન આંદોલન થઇ રહ્યું છે. જે ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે શરમ જનક ઘટના છે. આજે બે મહિના ઉપરનો સમય થવા આવ્યો છે છતાં પણ ચોક્કસ ખેડૂતના હિત માટે કોઇ નિર્ણય થઇ શક્યો નથી. તા.૦૫/૦૮/૨૦૧૯ શ્રાવણ સુદ પાંચમ અને સોમવારના દિને સરદાર સાહેબના અખંડ ભારતની ઐતિહાસિક કલ્પનાને સાકાર કરવાનું કામ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી તથા આપણા માનનીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનઃ ગઠન બિલના સમર્થનમાં ૩૭૦ મત પડ્યા અને વિરોધમાં ૭૦ મત સાથે જ ઔતિહાસિક સરદાર સાહેબના સપનાને સાકાર કરી બતાવ્યું. જાણવા જેવી વાત એ પણ છે કે, ૩૭૦ મત બિલના સમર્થનમાં પડયા અને સાથે જે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ પણ રદ થઇ. ૬ ડીસેમ્બર-૧૯૯૨માં બાબરી મસ્જીદ ધ્વંસ કરવામાં આવી, ત્યાર પછીની કોર્ટની ઘણી લાંબી કાર્યવાહ પછી ૫-૮-૨૦૨૦ના રોજ માનનીય શ્રી ગુજરાતના પનોતા પુત્ર શ્રી આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સ્વહસ્તે ભૂમિ પૂજન એવંમ શીલાયાન્સ વિધિ સંપન્ન થઇ. આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પણ જોશભેર ચાલુ રહ્યું છે. આ પ્રસંગે પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) સાહેબે રાષ્ટ્ર ભક્તિ માટે વંદે માતરમ્‌ મંત્ર અને સરદાર ચાલીસાના પાઠ માટે સૌને આહવાન કર્યું હતું. અને રાષ્ટ્ર વંદના એ જ સાચી વંદનાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના સી. ઈ. ઓ. ડૉ. પાર્થ બી પટેલ, રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન પટેલ, એજ્યુકેશન ડાયરેકટરશ્રી એ.આર. પરીખ, ટ્રસ્ટીગણ તથા સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અંબાવ ગામમાં રસ્તાનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા

Charotar Sandesh

કોરોનાએ ફરી આણંદ જિલ્લાને બાનમાં લીધું : જિલ્લામાં આજે કુલ ૨૭ કેસો નોંધાતા તંત્ર દોડતું થયું…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી અંબાજી ખાતેથી આણંદ જિલ્લાના આ ૫૦ ગામોમાં તૈયાર આવાસોનું ઈ-લોકાર્પણ કરશે

Charotar Sandesh