દિલ્હીમાં આ ચક્કાજામ નહિ થાય : ટિકૈત
ન્યુ દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનુ હલ્લા બોલ છેલ્લા ૭૨ દિવસોથી ચાલુ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા પર ઘણા પ્રકારની વાતો થઈ પરંતુ બધી નિષ્પરિણામ રહી. એવામાં હવે ખેડૂતોએ કાલે એટલે કે ૬ ફેબ્રુઆરીએ ચક્કાજામનુ એલાન કર્યુ છે. દેશભરમાં ખેડૂતો હાઈવે જામ કરીને પોતાનુ વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન ખેડૂત આંદોલનનુ નેતૃત્વ કરી રહેલ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનુ કહેવુ છે કે દિલ્લીમાં આ ચક્કાજામ નહિ થાય.
ભારતીય ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકેતે જણાવ્યુ કે ૬ ફેબ્રુઆરીએ દિલ્લીમાં ચક્કાજામ નહિ થાય. વળી, તેમણે આંદોલનનુ સમર્થન કરી રહેલા લોકોને અપીલ કરીને કહ્યુ કે જે લોકો પ્રદર્શન સ્થળ પર નથી આવી શક્યા તે પોતાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ દર્શાવે. ખેડૂતો કાલે દેશભરમાં ત્રણ કલાક માટે ચક્કાજામ કરશે. આ દરમિયાન નેશનલ અને સ્ટેટ હાઈવે પર વાહનોની અવરજવર અવરોધશે.
ખેડૂત કૃષિ કાયદાના પાછો લેવા અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ પર અડેલા છે. તેમણે બજેટમાં ખેડૂતોની નજરઅંદાજ કરવા, પ્રદર્શન સ્થળ પર ઈન્ટરનેટ બંધ કરવા સહિત ઘણા મુદ્દાઓના વિરોધમાં ચક્કાજામ કરવાનુ એલાન કર્યુ છે. ખેડૂત સંગઠનના નેતાઓના જણાવ્યા મુજબ શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી રસ્તાને જામ કરીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડીશુ. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે તેમને આ બજેટથી ઘણી આશા હતી પરંતુ સરકારે તેમના માટે કંઈ કર્યુ નહિ. સરકાર ના તો અમારી માંગો માની રહી છે અને ના ખેડૂતો માટે કામ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે નવેમ્બરથી સિંધુ, ગાઝીપુર સહિત દિલ્લીની ઘણી બૉર્ડર વિસ્તારો પર હજારોની સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેઠા છે. આ પહેલા ૨૬ જાન્યુઆરીએ થયેલી ટ્રેક્ટર પરેડમાં શામેલ અમુક ઉપદ્રવી લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે જોરદાર હિંસા કરી હતી. ગણતંત્ર દિવસ જેવી સ્થિતિ ફરીથી ન બને તે માટે સરકાર પણ સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે.