Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં બોરસદના આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર : બપોરે ૨ વાગ્યા સુધી એકપણ મત નથી…!

  • જિલ્લામાં બોરસદના ડભાસી ગામમાં ચૂંટણીનો બહિષ્કાર…
  • રસ્તા માટે ગામલોકોએ કરેલા આંદોલનમાં પોલીસે લોકોને બેફામ મારતાં આક્રોશ વ્યકત કર્યો. પોલીસે ૮૬ લોકો સામે કાર્યવાહી કરી હતી…

આણંદ : જિલ્લામાં બોરસદના ડભાસી ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને બપોરે ૨.૦૦ વાગ્યા સુધી એકપણ મત નથી પડ્યો..! રસ્તા માટે ગામલોકોએ કરેલા આંદોલનમાં પોલીસે લોકોને બેફામ મારતાં આક્રોશ વ્યકત કર્યો. પોલીસે ૮૬ લોકો સામે કાર્યવાહી કરી હતી.

બોરસદ ના ડભાસી ગામમાં ૬ હજાર ઉપરાંતની વસ્તી છે.ગામમાંથી ૩ હજાર ઉપરાંતની વસ્તી સામેની સાઇડ ઉત્તર દિશામાં રહે છે.હાઇવે બનતા તેઓને ગામમાં અવરજવર કરવા માટે કોઇ રસ્તો ન હોવાથી પારંવાર મુશ્કેલીઓને લઈ બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડનું કામ શરૂ થાય તે પહેલા ડભાસી પાટીયા પાસે આ માર્ગ નીચે ગરનાળુ કે અંદરપાસ મુકીને અવરજવરનો રસ્તો આપવા આવે તેવી માંગ સાથે ડભાસી ગ્રામજનો એ પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ અને સાંસદ મિતેશ પટેલને તેમજ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ચુક્યા હતા.અધિકારીઓ કે રાજકારણીઓએ આ પ્રશ્નની ગંભીરતા ન સમજતા અને તેનો યોગ્ય નિકાલ ન કરતા આ મામલો વધુ બીચકયો હતો. આ ઉપરાંત ગામના ૮૬ થી વધુ નાગરિકોને પોલીસ હીરાસતમાં લીધા હતા. જે રીસમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર જાહેર કર્યો છે.

Related posts

શ્રીજી મહારાજનાં સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીની ઓરિજિનલ કોપી હાલ ‘લંડન ઓક્ષફર્ડ યુનિવર્સિટી’માં છે…

Charotar Sandesh

આણંદ : ખંભાતમાં બે જુથ વચ્ચે અથડામણ, પથ્થરમારો-આગચંપી… 1નું મોત…

Charotar Sandesh

આણંદના હાડગુડમાં વધુ બે કેસો સામે આવ્યા : જિલ્લામાં કુલ પોઝીટીવ કેસો ૪ થયા…

Charotar Sandesh