Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની ૬ નગરપાલિકામાં બપોર સુધી સરેરાશ ૩૭.૪૨ ટકા મતદાન, સૌથી વધુ સોજિત્રામાં…

  • આણંદ જિલ્લાની ૬ નગરપાલિકામાં બપોર સુધી સરેરાશ ૩૭.૪૨ ટકા મતદાન, સૌથી વધુ સોજિત્રામાં ૪૬.૭૪ ટકા,સૌથી ઓછું આણંદમાં ૩૩.૧૨ ટકા મતદાન…
  • રાજયમાં બપોરે ૨ઃ૧૫ વાગ્યા સુધીનું મતદાનઃ નગરપાલિકા ૩૧.૪%, જિલ્લા પંચાયત ૩૫.૭૯ %, તાલુકા પંચાયત ૩૬.૩૧%

આણંદ : જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકોમાં સવારથી મતદાન ધીમી રાહે શરૂ થઈ ચૂક્યું હતું.મતદાન વધુ થાય તે માટે સરકારી તંત્ર અને રાજકીય પક્ષો પોતાની રીતે જહેમત મહેનત અને જાગૃતિ ના સઘન પ્રયત્નો કર્યા છે.
૬ નગરપાલિકાની ૨૧૨ બેઠકો તેમજ કરમસદ નગરપાલિકાની ૧ બેઠક માંથી ૫૮૨ ઉમેદવારોએ ઉમેદવારો વધુ મતદાન પોતાના તરફે થાય તે માટે કામે લાગી ચુક્યા છે. ભાજપ, કોંગ્રેસ સહિત આ વખતે આપ અને અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં પોત પોતાની જોર અજમાઈશ કરી રહ્યા છે. મહત્વનું છે કે આણંદ જિલ્લાની કુલ ૨૧૩ પૈકી ૩ બેઠકો બિનહરીફ થઈ છે. જે તમામ આણંદ નગરપાલિકાની છે.

  • આણંદ જિલ્લામાં બોરસદના ડભાસી ગામમાં ચૂંટણીનો બહિષ્કારઃ બપોરે ૧.૦૦ વાગ્યા સુધી એકપણ મત નથી પડ્યોઃ રસ્તા માટે ગામલોકોએ કરેલા આંદોલનમાં પોલીસે લોકોને બેફામ મારતાં આક્રોશ વ્યકત કર્યો. પોલીસે ૮૬ લોકો સામે કાર્યવાહી કરી હતી.
  • પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં મોઢેશ્વરી પાર્ક પાસે ઓળખકાર્ડ રૂપે રેશનકાર્ડ બતાવીને મતદાન કરવા દેવાતાં હોબાળો થયો હોવાની માહિતી મળી છે.

Related posts

ઉમરેઠ શ્રી સંતરામ મંદિર ખાતે સાદગીપુર્વક બોર ઉછામણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

અમૂલ દૂધ મોંઘુ : ભાવમાં પ્રતિ લિટરે રૂ.૨ નો વધારો… રવિવારથી અમલી બનશે…

Charotar Sandesh

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા…

Charotar Sandesh