Charotar Sandesh
ગુજરાત

ભૂજ, ભરૂચ, પંચમહાલ અને વલસાડના ગામોનો સંપૂર્ણ પણે ચૂંટણી બહિષ્કાર…

ભુજ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થઇ રહ્યું છે. જ્યારે પક્ષ અને નોતાઓની નબળી કામગીરીને લઇ રાજ્યમાં ઘણી જગ્યાએ નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પોતાની માંગો પૂરી ન થતાં ભરૂચ, ભુજ અને છોટાઉદેપુરની ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા જ નથી ગયા. જોકે, તેનાથી રાજકીય પક્ષોને કેટલુ નુકસાન થશે એતો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આઝાદીના ૭૩ વર્ષ વિતવા છતાં વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. ૯૫૦ લોકોના આ ગામમાં ગ્રામ પંચાયત બાજુના ઈટકલા ગામમાં આવેલ છે. જેથી ગામ લોકોને સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે. જ્યારે શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી ભણવા જાય છે. બંને ગામને જોડતો નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઓ કરે છે. આવી અનેક મુશ્કેલીઓનો કોઇ અંત ન આવતાં ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ભુજના દેશલપુર ગામે કર્યો ચૂંટણી બહિષ્કાર
ભુજ તાલુકાનું અંદાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલપુર ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. અગાઉ વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દેતાં તેના વીરોધમાં ચૂંટણી બહિષ્કારની બેનરો લગાવી જાહેરાત પણ કરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત સુધી સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મોવડી મંડળે ગ્રામજનોને મતદાન કરવા માટેની સમજાવવા બેઠક પણ કરી હતી, પરંતું ગામ લોકોએ કોઇ ખોટા વાયદાઓમાં ન આવી ચૂંટણી બહિષ્કાર કર્યો છે.

કુંડી ઉંચાકલમ ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
ભરૂચ અને ભુજ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે પણ પોતાની માંગો પુરી ન થતાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કુંડી ઉંચાકલમ ગામાં અગિયાર વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. ગ્રામ પંચાયતની માંગણી લઈને લઇ ચૂંટણી બહિષ્કાર કરતા ગ્રામજનોએ નેતાઓની કોઇ લાલસામાં આવ્યા વગર મતદાન મથકે નથી ગયા.

વલસાડમાં ચૂંટણીનો બહિષ્કાર
વલસાડના ઉમરગામ નારગોલ ખાતે મતદારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્ર દોડતું થયું. અધિકારીઓએ મતદારોને મતદાન કરવા સમજાવ્યા બાદ મતદાન શરૂ થશે તેવી સંભાવના દેખાઈ રહી છે. ૧૨૦૦ જેટલા મતદારો છે સવારે ૭ વાગ્યાથી લઈ ૧૧.૩૦ સુધી એક પણ મત નથી પડ્યો.

Related posts

ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમીમાં કોરોનાના એક સાથે ૩૦ કેસથી ખળભળાટ…

Charotar Sandesh

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Charotar Sandesh

ધૈર્યરાજ માટે અમેરિકાથી આવ્યુ ૧૬ કરોડનું ઈંજેક્શન, ડોઝ અપાયા બાદ તબિયત સારી…

Charotar Sandesh