Charotar Sandesh
બોલિવૂડ

મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ જ્હાનવી કપૂર સાથે સેલ્ફી લેવા ચાહકોની પડાપડી…

મુંબઈ : બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જ્હાન્વી કપૂરનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. ખરેખરમાં આ જ્યારે ફેન એક્ટ્રેસની સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે એક્ટ્રેસનો મેનેજર ફેન પર ગુસ્સે ભરાઇ જાય છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં, એક્ટ્રેસ જ્હાન્વી કપૂર મુંબઇ એરપોર્ટ પર દેખાઇ રહી છે, અહીં જ્યારે એક ફેન એક્ટ્રેસની સેલ્ફી લેવા માટે તેની નજીક આવીને સેલ્ફીને કોશિશ કરી રહ્યો છે, તે સમયે એક્ટ્રેસના મેનેજરે તેની પાસે આવીને ફેનનો મોબાઇલ હડસેલી દીધો અને સેલ્ફી લેવાની ચોખી ના પાડી દીધી હતી.
આ ઘટના બાદ જ્હાન્વી કપૂરે પોતાના ફેનની પાસે જઇને તેને પોતાની સેલ્ફી આપી હતી. એક્ટ્રેસના મેનેજરે ગુસ્સો કરતા બૂમો પાડી કે મત કરો યાર, કૉવિડ કા ટાઇમ હૈ , આમ કહીને ફેનને હડસેલી દીધો હતો. એક્ટ્રેસ જ્હાન્વી કપૂરનો ૬ઠ્ઠી માર્ચ ૨૦૨૧ના દિવસે જન્મદિવસ હતો, આ જન્મદિવસની ઉજવણી તેને એરપોર્ટ પર પેપરાજી સાથી કરી હતી, અને અહીં કેક કટિંગ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ હાલ ફિલ્મ રૂહીના પ્રમૉશનમાં વ્યસ્ત છે.

Related posts

દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું જન્મદિવસ કેવી રીતે મનાવું…

Charotar Sandesh

અભિનેત્રી પરિણિતી ચોપડાએ અર્જુન કપૂરને લાફો માર્યો..!!

Charotar Sandesh

રિષિ કપૂર પોતાની તબિયતને લઇ બોલ્યાઃ હું ઠીક થઇ રહ્યો છું…

Charotar Sandesh