મુંબઇ : કંગના રનૌતનું ટિ્વટર એકાઉન્ટ મંગળવારના રોજ સસ્પેન્ડ કરી દેવાયું છે. કહેવાય છે કે બંગાળ ચૂંટણી પરિણામ બાદ મમતા બેનર્જી પર કરાયેલી ટિપ્પણી બાદ કંગનાના ટિ્વટર એકાઉન્ટનું તાળું મારી દીધું છે. કંગનાએ મમતા બેનર્જીને ટ્વીટ કરી આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદથી જ યુઝર્સ કંગનાને સાચું-ખોટું કહી રહી હતી. હવે ઓફિશિયલ રીતે કંગનાનું ટિ્વટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.
કંગનાએ બંગાળ ચૂંટણી પરિણામ બાદ તબક્કાવાર કેટલાંય ટિ્વટસ કર્યા હતા. તેમણે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (્સ્ઝ્ર)ની વિરૂદ્ધ નિવેદન આપ્યું અને મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી.
કંગનાએ એક વીડિયો શેર કર્યો હતો તેના મતે ્સ્ઝ્ર ચૂંટણી બાદ ભાજપ પાર્ટીની મહિલાઓની સાતે મારપીટ કરાઇ. જો કે કંગનાના આ ટિ્વટસ બાદ યુઝર્સે તેને ચારેયબાજુથી ઘેરી હતી. યુઝર્સે તેને ભાજપની ચાપલૂસ, ચમચી વગેરે કેટલાંય પ્રકારના નામતી સંબોધિત કરી.