ગરીબ દર્દીઓની અમીરાત : સાજા થયા પછી નાનકડું દાન કરતા જાય છે…
ટૂંકમા જ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે…
આણંદ : સાંસદ સભ્ય અને તેઓની ટીમ સતત પરીણામ લક્ષી સેવામાં કાર્યરત આણંદ જિલ્લાનું વાસદ નગર વડોદરા હાઇવે ઉપર આવેલું ઘર ઘરમાં આરોગાતી તુવેરની દાળ ના ઉત્પાદન માટે વિખ્યાત ગામ અહીં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ સંચાલિત સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલ કોવિડ કેર સેન્ટરમાં ફેરવાયું છે
વાસદ સામૂહિક કેન્દ્રના કોવિડ કેર સેન્ટરમાં ૨૭ બેડની સુવિધા છે ગત આઠ એપ્રિલથી આજ દિન સુધીમાં ૧૦૬ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. તેમાં પાંચ દર્દી એવા હતા કે, વેન્ટિલેટર કે રેમેડીસીવર ઈન્જેકશન હોય તો જ જીવે
છતાં આ દર્દીઓને ડૉ. અમિત ઠક્કર , ડૉ. હિતેન્દ્ર ચૌહાણ , ડૉ. શ્રુતિ વાઘેલા , ડૉ. બીજલ મોદી અને તમામ નર્સિંગ સ્ટાફની કાળજી ભરી સારવારના કારણે એવા દર્દીઓને સ્વસ્થ્ય કર્યા અને રજા પણ આપી
ડૉ. અમિત ઠાકર કહે છે કે અહીં આવતા દર્દીઓ ખુબજ ગરીબ સ્થિતિ વાળા છે જ્યારે થોડાક દિવસ ની અમારી સારવારની દોસ્તીમાં આવા ગરીબ દર્દીઓની અમીરાઈ પણ અમોને જોવા મળી આ દર્દીઓ જ્યારે સાજા થઈને જતા હોય ત્યારે તબીબો અને સ્ટાફને બે હાથ જોડી નમન કરવાનું ભૂલતા નથી જોકે અમો કહીએ છીએ કે, આ અમારી ફરજ છે ભગવાને અમને આ કામ સોંપ્યું છે અને દર્દી સાજા થાય ત્યારે તેઓના ચહેરા ઉપર ની ખુશી અમારા માટે મોટા આશિર્વાદ સમાન હોય છે
તેથી આગળ જઈ ને વાત કરું તો આ ગરીબ દર્દીઓ ઘેર જતા પહેલા તેઓની પાસેની નાનકડી રકમમાંથી આરોગ્ય કેન્દ્ર માટે આગ્રહપૂર્વક દાન કરતા જાય છે જે દાન અમારા માટે સોંથી મોટું દાન છે આ છે તેઓની અમીરાત..
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર કોઈ રોકડ દાન આપે કોઈ વસ્તુ આપે જે ઉપયોગમાં આવે આ બધાંનો પારદર્શક વહીવટ થાય છે. રોકડ મળેતો સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે દર્દી માટે ઉપયોગ આવે તેવી વસ્તુ ખરીદવામાં આવે છે
વધુમાં ડૉ. અમિત ઠક્કર કહે છે કે, વાસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે જે કાંઈ જરૂર હોય તેના માટે સાંસદ સભ્યશ્રી મિતેશ ભાઈ પટેલ અને તેઓની ટીમ સતત તત્પર રહે છે
આ કોવિડ સેન્ટરના દર્દીઓને ભોજન સાંસદશ્રી તરફથી મળે છે એટલું જ નહીં અહીં ટૂકમાં જ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થનાર છે, તેનો સગળો શ્રેય પણ સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલને જાય છે.
સામાન્ય રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આવું કોવિડ કેર સેન્ટર કાર્યરત શક્ય ન બને પણ અહીં બન્યું છે અને સફળ પણ બન્યું છે અને દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. રાજ્ય સરકારના ગ્રામિણ કક્ષાએ પણ સરકારી ફરજ ઉપરના તબીબો ઓછી સુવિધાઓમાં પણ કેટલા સારા પરિણામો લાવી રહયા છેએ આણંદ જનરલ હોસ્પિટલ પછી વાસદ સામુહિક કેન્દ્ર પણ અસરકારક સેવા આપી રહ્યું છે વાસદ સી.એચ.સી. ના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફ સેલ્યુટને પાત્ર છે.