ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી : બાદમાં મોકડ્રીલનું આયોજન હોવાનું જણાવતાં હોસ્પિટલ સ્ટાફે રાહત અનુભવી હતી…
આણંદ : રાજયમાં અનેક કોવિડ હોસ્પિટલમાં આગની ધટનાઓ સામે આવી છે. ત્યારે હોસ્પિટલમાં આગ જેવી દુર્ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે સલામતી અંગે જાગૃતિ કેળવાય તથા હોસ્પિટલમાં ઓક્સિજન બાટલા હોવાથી આગ લાગે તો તેને તુરંત જ કાબુમાં લેવા અને જાનહાનિ ટાળવા અગમચેતીના ભાગરૂપે આણંદ જનરલ સિવીલ હોસ્પિટલ (કોવિડ) બાદ આજરોજ શહેરની આઈરીસ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી.
આણંદ ફાયર બ્રિગેડના ચીફ ધર્મેશભાઈ ગોરે જણાવેલ કે ઘણી હોસ્પિટલોમાં આગના બનાવો બનતા હોય ત્યારે જાનહાની તથા નુકશાન થતું હોય છે. આવા સમયે જો અચાનક આગ જેવી દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક કાબુમાં લેવા અગમચેતીના ભાગરૂપે ફાયર સેફટી સહિત ઈમરજન્સીની સેવાઓ ઉપલબ્ધ થાય અને આગ કાબુમાં આવે તે માટે સરકારની સુચના મુજબ મોકડ્રીલ યોજાતી હોય છે.