Charotar Sandesh
ઈન્ડિયા

મોદી કેબિનેટનું વિસ્તરણ થયું : ગુજરાતનો દબદબો, ૪૩ નવા પ્રધાનોએ શપથગ્રહણ કર્યા

modi cabinate new
૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્યકક્ષાના સહિત કુલ ૪૩ મંત્રીઓએ શપથગ્રહણ કર્યા
કેબિનેટ વિસ્તરણ પહેલાં જાવડેકર, રવિશંકર પ્રસાદ સહિત કુલ ૧૨ મંત્રીઓએ રાજીનામા આપ્યા

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થયું છે. ૪૩ નવા પ્રધાનોએ શપથગ્રહણ કર્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ પહેલીવાર કેબિનેટમાં ફેરફાર થયો છે. મંત્રી પદના શપથ લેનારા ૪૩ નેતાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિએ એક પછી એક તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ નારાયણ રાણેને શપથ અપાવ્યા હતા. ત્યારબાદ આસામના સર્બાનાંદ સોનોવાલે શપથ લીધા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશના વીરેન્દ્ર કુમાર ખટીકે શપથ લીધા હતા. તેમને થાવરચંદ ગહલોતની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે,જે મધ્ય ભારતનો દલીત ચહેરો હતો. મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્યને પણ કેબિનેટ મંત્રીની શપથ અપાવી છે.

રૂપાલા-માંડવિયાને કેબિનેટ મંત્રી બનાવાયા : ૧૦ મંત્રીને પ્રમોશન, ૩૩ નવા ચહેરા : ૧૨ અનુ.જાતિ, ૮ આદિવાસી અને ૨૭ પછાત વર્ગના નેતાઓનો સમાવેશ

પીએમ હાઉસમાં થયેલી આ બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાજર હતા.
અત્યાર સુધી નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહેલા હિમાચલના યુવા નેતા અનુરાગ સિંહ ઠાકુરને પણ પોતાના કામનું ઇનામ મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

હવે પીએમ નરેન્દ્ર મોદીની ટીમમાં આ ૩ નવા મંત્રી સહિત હવે ગુજરાત કુલ ૭ મંત્રીઓ થયા છે જેમા ૨ને પ્રમોશન અપાયું છે. દર્શના વિક્રમ જરદોશ (સુરત), ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા (સુરેન્દ્રનગર), દેવુસિંહ ચૌહાણ (ખેડા), પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, એસ. જયશંકર અને અમિત શાહ સહિત કુલ ૭ ગુજરાતી રત્નોને પીએમ મોદીના કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

You May Also Like : CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક, ખેડૂતોને વધુ ૨ કલાક મળશે વીજળી

Related posts

ઑગસ્ટ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૧૫ મહિનાની સૌથી નીચી સપાટીએ…

Charotar Sandesh

મહારસીકરણનો પ્રારંભ : દેશના હેલ્થ વર્કરોને અપાયું ‘કોરોના રસીનું સુરક્ષા કવચ’…

Charotar Sandesh

ભારતમાં કોરોના કેસનો આંકડો ૭૪,૨૯૨ પર પહોંચ્યો, મૃત્યુઆંક-૨,૪૧૫

Charotar Sandesh