Charotar Sandesh
બોલિવૂડ

સારા અલી ખાન માઁ કામાખ્યા દેવીના મંદિરમાં દર્શનાર્થે અસમ પહોંચી, તસવીરો શેર કરી

સાાર અલી ખાન

ગુવાહાટી : બોલિવૂડ એક્ટ્રેસ સાાર અલી ખાનને ટ્રેવલિંગનો ખાસો શોખ છે. તે અવાર નવાર અલગ અલગ જગ્યાએ ફરવા જતી હોય છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે. ક્યારેક માલદીવ્સ તો ક્યારેક કાશ્મીર તે ફરતી હોય છે હાલમાં તે અસમ હતી અને તે કામાખ્યા દેવી મંદિરમાં દર્શનાર્થે પહોંચી હતી. જ્યાંથી તેણે તેની તસવીરો શેર કરી છે. ફોટોઝમાં તેણે સફેદ રંગનો સૂટ અને અસમનાં ટ્રેડિશનલ સ્કાર્ફ પહેર્યો છે. આ લૂકમાં તે ખુબજ સિમ્પલ અને સુંદર લાગે છે.

ફોટો શેર કરતાં સારા અલી ખાને કેપ્શનમાં લખ્યું છે, ’શાંતિ, આભાર અને આશીર્વાદ’. તસવીરમાં સારાની સાથે એક અન્ય યુવતી પણ નજર આવે છે જેણે ચહેરા પર માસ્ક પહેરેલું છે. સારાનાં મા કામાખ્યા દેવીનાં દર્શન કરવાં પર કેટલાંક સોશિયલ મીડિયા યૂઝર્સે તેનાં વખાણ કર્યા છે તો કેટલાંકને તેનું મંદિર જવું પસંદ આવ્યું નથી. યૂઝર્સે સાારની તસવીર અંગે ધર્મ પર સવાલ કર્યા છે.

જોકે, આ પહેલી વખ તનથી જ્યારે સારા અલી ખાન દર્શન માટે કોઇ મંદિર પહોંચી હોય. આ પહેલાં પણ તે ઘણાં ધાર્મિક સ્થળો પર તેની તસવીર શેર કરી ચૂકી છે. બનારસમાં ગંગા આતીમાં શામેલ થવા પર સારા અલી ખાને તેને ટ્રોલ કરી હતી. મુસલમાન થઇ એક્ટ્રેસનું મંદિરમાં જવું કેટલાંક લોકોને પસંદ આવ્યું ન હતું જેને કારણે તે ટ્રોલ થઇ હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાને હાલમાં જ આનંદ એલ રાયની ’અતરંગી રે’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં સારા, અક્ષય કુમાર અને સાઉથ સુપરસ્ટાર ધનુષની સાથે નજર આવશે. આ ઉપરાંત આદિત્ય ઘરની ’ધ ઇમોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’માં તે વિકી કૌશલની સાથે નજર આવશે. આનંદ એલ રાયની ’નખરેવાલી’માં પણ તે નજર આવે તેવી વાતો છે.

Other News : મુંબઈમાં લોકડાઉન દરમિયાન રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી લોન્ચ થયો

Related posts

મહારાષ્ટ્ર પૂર પીડિતો માટે આમિર ખાને ૨૫ લાખ, લતા મંગેશકરે ૧૧ લાખનું દાન કર્યું…

Charotar Sandesh

ધૂમ-૪માં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં નજરે પડે તેવી શક્યતા…

Charotar Sandesh

કેજીએફ’ની જોરદાર સફળતા બાદ ’કેજીએફ ૨’નું નવું પોસ્ટર સામે આવ્યું

Charotar Sandesh