શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આ દિવસોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોરચો ખોલ્યો છે. ખીણમાં આતંકવાદને ડામવા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ છેલ્લા ૮ દિવસમાં ૮ આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૮૬ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યા પહેલા કરતા ઘણી ઓછી છે.
ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇશ્ફાક દાર ઉર્ફે અબુ અકરમ સુરક્ષા દળો પરના હુમલા માટે જ નહીં પરંતુ નાગરિકોની હત્યા માટે પણ જવાબદાર હતો. આ દિવસોમાં ઓછામાં ઓછા એક આતંકવાદીને લગભગ દરરોજ મારવામાં આવી રહ્યો છે.
બાંદીપોરામાં એન્કાઉન્ટર
૨૪ જુલાઇએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના સુંબલર વિસ્તારમાં શોખબાબા જંગલમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેની શોધખોળ ચાલી રહી છે.
બારામુલ્લામાં એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાતભર ચાલેવા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકીઓની ઓળખ ટોપ લશ્કર કમાન્ડર ફૈઝ અહેમદ વાર ઉર્ફે રૂકના ઉર્ફે ઉમર અને ચેરપોરા બડગામના નિવાસી શાહીન અહેમદ મીર ઉર્ફે શાહીન મૌલવી તરીકે કરાઈ હતી.
શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર
૧૯ જુલાઇએ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇશ્ફાક ડાર ઉર્ફે અબુ અકરમ સુરક્ષા દળો પરના હુમલા માટે જ નહીં પરંતુ નાગરિકોની હત્યા માટે પણ જવાબદાર હતો.
Other News : ભારે વરસાદ અને વિજળી પડવાથી મધ્ય પ્રદેશ-કર્ણાટકમાં ૧૪ લોકોના મોત