Charotar Sandesh
વર્લ્ડ

અશરફ ગની દેશનો ખજાનો લૂંટી ભાગ્યા : હેલિકોપ્ટર, ચાર કાર અને કરોડો રૂપિયા હોવાનો આરોપ

અશરફ ગની (Asraf gani)

અશરફ ગની (Asraf gani) દેશનો ખજાનો લૂંટી ભાગ્યા, ઇન્ટરપોલ ધરપકડ કરે : અફઘાનિસ્તાન દૂતાવાસ

કાબુલ : તાજિકિસ્તાનના અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની (Asraf gani)ની ધરપકડ કરવાની અપીલ કરી છે. તાલિબાને ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. પરિણામે ખજાનો અને કરોડો રૂપિયા લઇને દેશ છોડીને ભાગી ગયા હોવાનો અશરફ પર આરોપ મુકવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનથી ભાગી છુટયાના પહેલા અશરફે ફેસબુક પર એક લાંબી પોસ્ટ મુકી હતી. જેમાં અશરફ ગની (Asraf gani) એ કહ્યું હતું કે, તેઓ દેશમાં ખૂનખરાબીને રોકવા માટે દેશ છોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતં કે, તેઓ જો અહીં રહેશે તો તેમના સમર્થકો પણ સડકો પર આવી જશે અને તોફાનો અને હિંસાઓ થશે.

અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલીની જાહેર સંપત્તિની ચોરીના આરોપમાં ધરપકડ કરવી જેથી આ ભંડોળને અફઘાનિસ્તાનને પરત કરી શકાય.આરોપ છે કે અશરફ ચાર કાર અને એક હેલિકોપ્ટરમાં ઠાંસીઠાંસીને રૂપિયા લઇને ભાગી છૂટયા છે. આ વાતની પુષ્ટિ રશિયાના પ્રવકતાએ કરી હતી.પરિણામે તેમના પર ચોરીનો આરોપ મુકીને તેમની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

Other News : કોરોનાનો એક કેસ મળતાં આ દેશે સમગ્ર દેશમાં લોકડાઉનની કરી જાહેરાત

Related posts

Russia યુક્રેન પર આક્રમણ કરશે તો ભારત અમને સમર્થન આપશે : USA

Charotar Sandesh

એમેઝોનના બેઝોસ પોતાની કંપનીના રોકેટમાં-બેસી અવકાશ સફરે જશે…

Charotar Sandesh

અમેરિકામાં સિનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે ૩ નવેં.ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયો

Charotar Sandesh