ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા વર્તમાન પરિસ્થિતિ અનુસાર રોજીંદા જીવનમાં આયુર્વેદનું મહત્વ એ વિષય પર ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોગરીના ડૉ. પ્રિયંકા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ગેસ્ટ લેક્ચર કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થનાથી કરવામાં આવી જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ કુમારી પૂજા પટેલ અને જાનવી પ્રજાપતિ એ પ્રાર્થનાગાન કર્યું.
આયુર્વેદ એ આપણા ઋષિમુનિઓ એ આપેલ વરદાન છે તેમજ આજના આધુનિક સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ તે વિશેનુ જ્ઞાન આપ્યું હતું
આયુર્વેદનું મહત્વ વિષય પર ડો.પ્રિયંકા ચૌહાણ જેઓએ વર્તમાન કોરોનાની પરિસ્થિતિ અનુસાર આયુર્વેદનું જીવનમાં શું મહત્વ છે તે વિષયક ઊંડાણપૂર્વક વક્તવ્ય રજૂ કર્યું હતું. જેમાં તેમણે રસોડામાં ઉપલબ્ધ ઔષધીઓ અને કેટલીક કુદરતમાંથી પ્રાપ્ત ઔષધિઓના ઉપયોગથી સામાન્ય શારીરિક તકલીફો અને બીમારીઓ જેવી કે તાવ, શરદી, ખાંસી, દમ,પેટની તકલીફો વગેરે માટે ઘરગથ્થુ આયુર્વેદક ઉપાયો જણાવ્યા હતા. જેમાં તેમણે આયુર્વેદ એ આપણા ઋષિમુનિઓ એ આપેલ વરદાન છે તેમજ આજના આધુનિક સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ તે વિશેનુ જ્ઞાન આપ્યું હતું. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, શારીરિક અને માનસિક મનોબળ માટે યોગ અને પંચકર્મ એ એક રામબાણ ઈલાજ છે.
કોલેજના કાર્યકારી આચાર્ય ડો. નરેન્દ્રસિંહ રાજે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે કોઈ પણ રોગનું સચોટ નિદાન આયુર્વેદ દવાથી અને ઉપચારથી આવી શકે છે અને આયુર્વેદિક દવાના ગેરફાયદા નથી પરંતુ ફાયદા વધું છે.
આ ગેસ્ટ લેકચરમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ સ્ટાફ પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર અલ્પેશકુમાર પટેલે કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસર રવિકુમાર દરજી તેમજ યોગ કોચ શંકરભાઈ રાઠોડ ધ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.
Jignesh Patel, Anand
Other News : ધો.૧૦ના રિપીટર ૨.૯૮ લાખ વિદ્યાર્થીમાંથી માત્ર ૩૦ હજાર જ પાસ થયા