અમદાવાદ : સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખો ખેડૂતોને સિંચાઈ માટે તથા લાખો પશુઓને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ મધ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં પણ ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે.
એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે : નીતિન પટેલ
ડેમમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે
બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી ૦.૫૫ સ્છહ્લ (એકર ફૂટ) એટલે ૧૧ ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઇ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઊભા થયા છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પીવાના પાણી માટે હાલ પૂરતા પ્રમાણમા જથ્થો ઉપલબ્ધ છે.
નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા છે, જેથી ખેડૂતો અને તંત્ર વરસાદ થાય એવી આશા રાખીને બેઠા છે
ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતાં આ વર્ષે ૨૦ મીટર જેટલી ઓછી નોંધાઈ છે. ૨૫ ઓગસ્ટ-૨૦૨૦ના રોજ નર્મદા ડેમની સપાટી ૧૩૫.૩૦ મીટર હતી, જ્યારે આજે ૨૫ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ નર્મદા ડેમની સપાટી ૧૧૫.૮૧ મીટર જ છે. હાલમાં નર્મદા ડેમમાં ૫૦ ટકા કરતાં પણ ઓછું પાણી છે.
Other News : ગુજરાતની શાળાઓ હવે કોરોના સામે શાળામાં જ વેક્સિનેશન ડ્રાઈવ કરશે