Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આણંદમાં “જન્માષ્ટમી પર્વ” ની ઉજવણી

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ જન્માષ્ટમી

આણંદ : જ્ઞાનના ભંડોળ સમાન ચરોતર એજ્યુકેશન સોસાયટીની એક જ્ઞાન રૂપ ગંગા એવી ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં અભ્યાસની સાથે ભારતીય તહેવાર અને સંસ્કૃતિ નું જ્ઞાન પણ પીરસવામાં આવે છે.

તા:૨૭/૦૮/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ખુબ જ ધામધુમથી જન્માષ્ટમીની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોએ ઉજવણી માટે અગાઉથી તૈયારીઓ કરી હતી. બાળકો વર્ગશિક્ષક ની સુચના મુજબ રાધા-કૃષ્ણ નાં સુંદર વસ્ત્રો માં સજ્જ થઈને, પોતાના ઘરે આ મહોત્સવ ની તૈયારી કરીને ઓનલાઈન ઉજવણી માં જોડાયા હતા. શિક્ષકોએ કૃષ્ણ ભગવાન ની પ્રતિમા ની સ્થાપનાં કરીને પૂજાસ્થાન ને તોરણો, ફૂલો, વગેરેથી સજાવ્યુ હતું. તેમજ ભગવાનના જન્મને હર્ષોઉલ્લાસ સાથે વધાવીને પછી પારણામાં ઝૂલાવવામાં આવ્યા હતા.

ભગવાન ની આરતી પૂજા બાદ માખણ મીસરી અને પ્રસાદ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો

કૃષ્ણજન્મ મહોત્સવમાં ભગવાનની મનોહર જીવનલીલાઓ જેમ કે જશોદામાં સાથે-કૃષ્ણ ની બાળહઠ, ગોવર્ધન લીલા, કંસ-કૃષ્ણ યુદ્ધ લીલા, કૃષ્ણ-રાધા રાસલીલા, જશોદાજીનું વલોણું, દહીંહાંડી, વગેરે લીલાઓનો ઉજવણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનાથી શાળાના સમગ્ર વાતાવરણમાં ગોકુળ અને વૃંદાવન જેવી દિવ્ય અનુભૂતિ થઇ હતી. ઉજવણી દરમ્યાન બાળકો ખુબ જ આનંદિત અને ઉલ્લાસિત લાગી રહ્યા હતા.

આ દિવ્ય, અદભુત અને ધાર્મિક તહેવારની ઉજવણી નું આયોજન સ્કુલ ના પ્રિન્સિપાલ કાર્તિકભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષકો ની અથાગ મેહનત અને વાલીમિત્રોનાં સહકાર સાથે સફળતાથી સંપન્ન થયું હતું

આ ઉજવણીનો મુખ્ય હેતુ શૈક્ષણિક પ્રવુંતિ ની સાથે બાળકોને જન્માષ્ટમીના તહેવાર તેમજ કૃષ્ણ ભગવાન ના ચરિત્રો વિશે વિશેષ ધાર્મિક જ્ઞાન આપવાનો હતો. જેથી બાળકોમાં ધાર્મિક સંસ્કારો નું સિંચન બાળપણ થી જ થઇ શકે.

Other News : શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં આયુર્વેદનું મહત્વ વિષય પર ગેસ્ટ લેક્ચર યોજાયું

Related posts

બહેનો-બાળકોના ઉત્થાન માટે કાર્યરત સીડીએસ સંસ્થા દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ

Charotar Sandesh

આણંદની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લગતા ૧૫ ફાયર ફાઇટર મેદાને…

Charotar Sandesh

ખંભાતના હિંસામાં સંડોવાયેલ વધુ ૨ આરોપીઓને પીસીબીએ વડોદરામાંથી ઝડપી પાડ્યા

Charotar Sandesh