રાજકોટ : ડેલ્ટા વેરીએન્ટ અંગે ડો.ક્યાડાનાં જણાવ્યા મુજબ, કોરોના વેક્સિન (vaccine) ડેલ્ટા વેરીએન્ટ (corona delta-variant) ઉપર પણ અસરકારક છે. વેક્સિન (vaccine) લેનારને તેની અસર પ્રમાણમાં ઘણી ઓછી થવી નિશ્ચિત છે. માટે હજુ વધુમાં વધુ લોકોએ વેક્સિન લેવા માટે આગળ આવવું જરૂરી છે. જોકે, કેટલાક વેક્સિન નહીં લેનાર લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી હોય તો તેને પણ ડેલ્ટા વેરીએન્ટની અસર નહિવત થવાની સંભાવના પણ નકારી શકાય નહીં.
અત્યાર સુધીમાં કેટલી ઓટોપ્સી થઇ તે અંગે ડો.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૨૫ જેટલી ઓટોપ્સી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૩૩ ઓટોપ્સી રાજકોટમાં થઈ છે. આ ઓટોપ્સીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ૩૨થી ૯૫ વર્ષના કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના થયા બાદ લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. તેમજ લિવર પર પણ અસર થાય છે. હાલ આ રિસર્ચ પેપર અમેરિકા અને બ્રિટન મોકલવામાં આવ્યા છે. જેના આધારે SOP અને દવાઓ પણ બનાવવામાં આવી છે.
ડો. હેતલ ક્યાડા દ્વારા અત્યાર સુધી ૩૩ જેટલા દર્દીના મૃતદેહની ઓટોપ્સી કરી રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ૩૨ વર્ષના યુવાનથી લઇ ૯૫ વર્ષની વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ઓટોપ્સી રિસર્ચ દરિયાન કોરોનાથી દર્દીને શરીરમાં લોહીના ગઠ્ઠા થવા, ફાઈબ્રોસિસ થવું અને લિવરમાં પણ અમુક અંશે અસર થતી હોવાનું સામે આવ્યું છે. તમામ રિસર્ચ બાદ અલગ અલગ ૫થી ૬ જેટલા રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. આ પેપર જર્નલ ઓફ મેડિકલ અમેરિકન અને જર્નલ ઓફ મેડિકલ બ્રિટિશ ખાતે મોકલવામાં આવ્યા છે.
આવતા મહિને જ ત્રીજી લહેર (third wave) દેખા દે તો નવાઈ નહીં, લોકો નિયમોનું પાલન કરવામાં ચૂકી જાય છે
આવતા મહિને જ ત્રીજી લહેર (third wave) દેખા દે તો નવાઈ નહીં, લોકો નિયમોનું પાલન કરવામાં ચૂકી જાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના હેડ ડો.હેતલ ક્યાડા સાથે divya bhaskar સાથે વાતચીત કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
Other News : ચેતવણીરૂપ ઘટના : ઓનલાઈન ભણતરથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે : વાલીઓમાં ભયનો માહોલ