Charotar Sandesh
ગુજરાત

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં મેઘમહેર : જાણો આગાહી કેટલા દિવસ સુધીની છે ?

રાજ્યમાં ફરી મેઘમહેર વરસાદ

અમદાવાદ : થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકામાં અડધાથી ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી ૪ દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી

બીજી તરફ, હવામાન વિભાગે આગામી ૪ દિવસ માટે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એટલે કે ૩૧મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે.

પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૩ થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.રાજ્યમાં ૩૦ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ, જ્યારે અમદાવાદમાં એક અઠવાડિયા દરમિયાન ૧થી ૩ ઇંચ વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

Other News : ચોટીલામાં માનવ મહેરામણ : ચામુંડા માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર, હાઇવે પર ટ્રાફિક જામ

Related posts

કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી…

Charotar Sandesh

કોંગ્રેસને વાંધો ભાજપ સામે નહી પરંતુ વિકાસ સામે છે : સી.આર. પાટીલ

Charotar Sandesh

સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ૨૪ ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ…

Charotar Sandesh