Charotar Sandesh
સ્પોર્ટ્સ

કે એલ રાહુલ આઈપીએલ ૨૦૨૨ પહેલા પંજાબ કિંગ્સથી અલગ થઈ શકે છે

કે એલ રાહુલ

નવીદિલ્હી : આઈપીએલ ૨૦૨૧ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ક્વોલિફાયર ૨ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. જે ટીમો બહાર થઈ ગઈ છે, હવે તેઓએ આઈપીએલ ૨૦૨૨ ની તૈયારી શરૂ કરી દીધી છે.આઇપીએલ ૨૦૨૨ માટે મેગા ઓક્શન થશે.

તે પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે કે, આઈપીએલની આગામી સીઝન પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ આ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ શકે છે અને તેના માટે મેગા ઓક્શનમાં ભારે બોલી લગે તેવી શક્યતા છે.

રાહુલ ૨૦૧૮ થી પંજાબ કિંગ્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે

જોકે, આ સમય દરમિયાન તે ટીમને ખિતાબ મેળવી શક્યો ન હતો. તેણે પંજાબ તરફથી રમેલી ૪ માંથી ૩ સીઝનમાં ૬૦૦ થી વધુ રન બનાવ્યા હતા. તે ૨૦૧૯માં જ આ આંકડો પાર કરી શક્યો નથી. તેણે તે સિઝનમાં ૫૯૩ રન બનાવ્યા હતા.

ક્રિકબઝના સમાચારો અનુસાર, આવતા વર્ષે કદાચ રાહુલ પંજાબ કિંગ્સ તરફથી રમશે નહીં અને તેને મેગા હરાજીમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. સમાચાર અનુસાર, ઘણી ફ્રેન્ચાઇઝીઓએ તેમની સાથે રાહુલને સામેલ કરવા માટે સંપર્ક કર્યો છે. જો રાહુલ પંજાબથી અલગ થઈ જાય, તો તેને હરાજીમાં મોટી રકમ મળવાની શક્યતા છે.

કેએલ રાહુલે ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતીય ટીમના બાયો બબલમાં પ્રવેશ કર્યો છે. પંજાબ આઇપીએલ ૨૦૨૧ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. અહેવાલો અનુસાર, આઈપીએલ ૨૦૨૨ની હરાજી ટી ૨૦ વર્લ્‌ડ કપ દરમિયાન યોજાઈ શકે છે.આઇપીએલની આગામી સીઝનમાં ૨ નવી ટીમો પણ જોવા મળશે. આવી સ્થિતિમાં બંને નવી ટીમોની નજર કેએલ રાહુલ પર પણ રહેશે.

Other News : વેક્સિન બધાને ફ્રીમાં મળી રહી છે, તેના પૈસા ક્યાંથી આવશે,આથી ભાવ વધારો : ભાજપના મંત્રીનો બફાટ

Related posts

જાડેજાની બેટિંગમાં સુધાર ભવિષ્યમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશેઃ ગાંગુલી

Charotar Sandesh

૧ લાખ શ્રમિકોની મદદ કરવાની અમિતાભ બચ્ચને કરી જાહેરાત…

Charotar Sandesh

કેવિન પીટરસને દક્ષિણ આફ્રિકામાં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો…

Charotar Sandesh