મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સક્રિયતા પર ટિપ્પણી કરી છે. ઠાકરેએ કહ્યું, વર્તમાન પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે પૂરી દુનિયાના નશીલા પદાર્થ માત્ર મહારાષ્ટ્રમાં જ છે. ચાર દિવસ અગાઉ મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસે ૨૫ કરોડ રુપિયાનું હેરોઈન પકડ્યું, પરંતુ તેના પર કોઈ ચર્ચા ન થઈ, કેમકે તેમણે ’હેરોઈન’ પકડ્યું હતું, હીરોઈન નહીં.
તેમણે વધુમાં કહ્યું, મહારાષ્ટ્ર પોલીસની સમગ્ર દેશમાં પ્રતિષ્ઠા છે. તેથી મહારાષ્ટ્ર પોલીસને બદનામ કરવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. પરંતુ આપણને આપણી મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ પર ગર્વ થવો જોઈએ. તેમણે ગૃહમંત્રી દિલીપ વાલસે-પાટિલને કહ્યું, મને લાગે છે કે હેરોઈન જપ્ત કરવા બાબતે પોલીસને સન્માનિત કરવા જોઈએ.
મુખ્યમંત્રીએ નાગપુરમાં રાજ્યના ગૃહ વિભાગ તરફથી રહાટે કોલોની સ્થિત પ્રાદેશિક ન્યાય સહાયક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં બનાવામાં આવેલી વન્ય જીવ અને માનવ ડીએનએ તપાસ લેબનું ઉદ્ધાટન કર્યું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ લેબથી કાયદામાં વધુ મજબૂતી લાવવા માટે આવશ્યક પૂરાવા ઉપલબ્ધ કરવા, આરોપીઓને મજબૂત સજા અપાવા માટેના કામને ગતી મળશે.
કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ, ઉર્જા મંત્રી નીતિન રાઉત, પશુ સંવર્ધન મંત્રી સુનીલ કેદાર પણ હાજર હતાં
મુખ્યમંત્રીએકહ્યું કે ફાસ્ટ ટ્રેક ડીએનએ યૂનિટ અને વન્ય જીવ ડીએનએ લેબ બનવાનો ફાયદો તે લોકોને મળશે જેમના કેસ ખૂબ જ ગંભીર હોય. ખાસ કરીને મહિલાઓ સાથે થનારા રેપ જેવા ગુનાઓનો ખુલાસો કરવા અને દોષિઓને ઝડપથી સજા અપાવવાના કાર્યોમાં ઝડપ આવી શકશે. કોર્ટમાં પોલીસ પાક્કા પૂરાવા સાથે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. જેના આધારે જજ પણ પોતાના નિર્ણય ઝડપથી લઈ શકશે. આ લેબથી જેમના પર જૂઠ્ઠા રેપના આરોપો લાગે છે તેમને પણ ખૂબ જ ફાયદો થશે. અગાઉ આ શક્ય નહોતું.
Other News : બિહાર પેટાચૂંટણીમાં કન્હૈયાકુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશે