અમૂલનું ૭૫મું સ્થાપના વર્ષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતિની કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્ધારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્ચીંગ
આણંદ : કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે સહકારિતાને આર્થિક વ્યવસ્થાનો મજબુત સ્થંભ બનાવવા માટે
સૌને સંકલ્પબધ્ધ થવા હાકલ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવા યોગદાન સાથે આત્મનિર્ભર ભારત બનાવવામાં પ્રેરક બળ પુરૂ પાડશે.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્ધારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્ચીંગ કર્યું હતું. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દુધ નગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં રૂા.૧.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્ચીંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં ૨૫૦૦ મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.
અમુલ દ્ધારા બનાવવામાં આવેલ જૈવિક ખાતર (બાયોફર્ટીલાયઝર) નું લોન્ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે અમુલની ૭૫ વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્મરણિકાનું પણ વિમોચન કર્યું હતું.
આ અવસરે કેન્દ્રિય મંત્ર શ્રી બી.એલ. વર્મા, દેવુસિંહ ચૌહાણ, રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, રતનસિંહ રાઠોડ, મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈ, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર વિભાગના અધિકારીઓ, વિવિધ દૂધ સંઘોના ચેરમેન, નિયામક મંડળના સભ્યો સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ સહિત સભાસદો હાજર રહ્યા હતા.
Other News : ચિખોદરા ખાતે આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ