Charotar Sandesh
ગુજરાત

હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારોની શારિરીક પરીક્ષા શરૂ કરાઇ

હોમગાર્ડ ભરતી

ભુજ : કચ્છ જિલ્લામાં હોમગાર્ડ ભરતી માટે આજે ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના પીલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનો પ્રારંભ પોલીસ અને હોમગાર્ડ યુનિટના રાજ્ય કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો છે.

શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા હોમગાર્ડ ભરતી મેળાની કાર્યવાહી હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એમ.દેસાઈ, અમદાવાદ હોમગાર્ડ પીઆઇ આઈ.આઈ.શેખ સાથે જિલ્લા હોમગાર્ડ અધિકારી અને સ્ટાફ આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

આ વિષે ભુજ પોલીસ હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે હોમાગાર્ડ ભરતી માટે આવેલા ૨૩૦ જેટલા યુવાનોની આજે રવિવારે સવારે ૬.૩૦ વાગ્યાથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી છે.

કસોટી અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની ઊંચાઈ, વજન માપી તેની નોંધ કરાયા બાદ ૧૬૦૦ મીટરની દોડ યોજાય છે. આ પરીક્ષા યુવાને ૯મિનિટમાં પૂર્ણ કરવાની રહે છે. આ તમામ પ્રક્રિયાનું વીડિયો રેકરોડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કુલ ૨૮૦ જગ્યા માટે અત્યારે ૨૩૦ યુવાનો પહોંચ્યા છે. આ ભરતી પ્રક્રિયા હજુ ૩ થી ૪ દિવસ સુધી ચાલશે. જેમાં ૨૮૦માંથી સ્થાનિકના ૨૩૦ યુવાનો હોમગાર્ડ તરીકે ભરતી થવા ઉમટી પડ્યા છે.

Other News : પાવાગઢ મંદિરમાં હિંમતનગરના ભક્તે ૧.૨૫ કિલોનું સોનાનું છત્ર દાન કર્યું

Related posts

અધ્યક્ષ પાટીલે રાજ્યના ખેડૂતોની આવક દોઢ લાખ કરોડ ગણાવી, ભાન થતાં પોસ્ટ ડિલિટ કરી…

Charotar Sandesh

બજેટ 2021-22 : મહિલા અને બાળ વિકાસ માટે કુલ ૩૫૧૧ કરોડની જોગવાઇ…

Charotar Sandesh

રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી : સીએમ રૂપાણી

Charotar Sandesh