ન્યુદિલ્હી : Yahoo (યાહૂ)ના રીપોર્ટમાં કહેવાયું હતું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત રહી છે. યુઝર્સે વર્ષભર નરેન્દ્ર મોદીનું નામ યાહૂમાં સર્ચ કર્યું હતું. એ પછી બીજા ક્રમે વિરાટ કોહલી સર્ચ થયા હતા. મમતા દીદીની લોકપ્રિયતા વધી હતી.૨૦૨૧માં ન્યૂઝ મેકર કેટેગરીમાં ખેડૂતો છવાયેલા રહ્યા હતા. ખેડૂત આંદોલન વર્ષભર પ્રથમ નંબરે રહ્યું હતું.
શાહરૃખ ખાનનો દીકરો આર્યન ખાન નશીલા પદાર્થના મુદ્દે પકડાયો હતો. એ ઘટના પછી આર્યન ખાન ન્યૂઝમાં સૌથી વધુ સર્ચ થયો હતો. રાજ કુન્દ્રાના સમાચાર ત્રીજા ક્રમે સૌથી વધુ સર્ચ થનારા સમાચાર હતા. કેન્દ્રીય બજેટ અને બ્લેક ફંગસ ટોપ-પમાં હતા.
સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટીઝમાં સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પ્રથમ, સલમાન ખાન બીજા અલ્લુ અર્જુન ત્રીજા, સ્વ. પુનિત રાજકુમાર ચોથા અને સ્વ દિલીપ કુમાર પાચમા ક્રમે હતા
એવી જ રીતે સૌથી વધુ સર્ચ થનારી મહિલા સેલિબ્રિટીઝમાં કરિના કપૂર પ્રથમ, કેટરિના કેફ બીજા, પ્રિયંકા ચોપરા ત્રીજા ક્રમે રહી હતી. આલિયા ભટ્ટ અને દીપિકા પદૂકોણે ટોપ-૫માં જગ્યા બનાવી હતી.યાહૂએ ૨૦૨૧નો યન ઈન રિવ્યૂ આપ્યો છે, એમાં ભારતીય યુઝર્સે સૌથી વધુ શું સર્ચ કર્યું એનો રીપોર્ટ આપવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ હતા. એ પછી બીજા નંબરે વિરાટ કોહલી અને ત્રીજા નંબરે મમતા દીદી રહ્યાં હતા. સિદ્ધાર્થ શુક્લા અને રાહુલ ગાંધી અનુક્રમે ચોથા અને પાચમા ક્રમે હતા. રાહુલ ગાંધીને બદલે મમતા દીદી સૌથી વધુ સર્ચ થનારા બીજા નંબરના રાજકારણી હતાં. તેમ જ ઓવરઓલ ત્રીજા નંબરે રહ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ચોથા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાચમા ક્રમે હતા.
Other News : ચિંતાજનક : આખરે ઓમિક્રોન વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ : આ રાજ્યમાં નોંધાયા બે કેસો