Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજય પ્રાપ્ત કરવા ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો

સોશિયલ મિડીયા

આણંદ : જિલ્લામાં યોજાનાર ૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ ગામડામાં રાત્રિ બેઠકો, સભાઓ તથા ટેકેદારો વચ્ચેેની મીટીંગોથી ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું છે. હરીફ ઉમેદવારને હરાવવા માટે દરેક પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

ત્યારે સરપંચ-સભ્ય પદના ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં વોટ્‌સએપ-ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સમર્થકો દ્વારા ફોટાવાળું ઈમેજ બનાવી સ્ટેટસ અને પોસ્ટ કરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

સરપંચ-સભ્ય પદના ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં વોટ્‌સએપ-ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ

જિલ્લાની ૧૮૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૧૭૯ અને સભ્યપદ માટે ૧૦૫૪ ઉમેદવારો વચ્ચે આગામી તા.૧૯મી ડિસેમ્બરના રોજ ચૂંટણી જંગ ખેલાનાર છે. આણંદ જિલ્લામાં યોજાનાર ૧૯૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી ૯ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.

સરપંચ-સભ્યની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોએ પ્રચાર કાર્ય પૂરજોશમાં આરંભી દીધું છે, ગામડાંઓમાં રાત્રિ બેઠકો, ખાટલા પરિષદો તથા સમર્થકો સાથેની મીટીંગો જેવી ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

Other News : આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું : ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ રાત્રિ બેઠકોનો ધમધમાટ

Related posts

આજથી સાવધાન : ક્યાંક તમારા વાહનનો મેમો ફાટી ન જાય…

Charotar Sandesh

મોટેરા સ્ટેડિયમના નામકરણ મુદ્દે કરમસદમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન…

Charotar Sandesh

Election : આણંદની સાત બેઠક પર ૪૮ અપક્ષ તથા અન્ય ઉમેદવારો હારજીત નક્કી કરશે

Charotar Sandesh