ઓખાને જોડતી મોટા ભાગની ટ્રેનો રદ્દ…
જામનગર,
અરબી સમુદ્રમાં ઉદભવેલા ડિપ્રેશનના લીધે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઇ હતી.પરંતુ વાયુએ દિશા બદલતા વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું હતું.ત્યારબાદ પુનઃ દિશા બદલતા કચ્છ તરફ વળાંક લેતા તંત્ર એલર્ટ થયું છે. ત્યારે દ્વારકાના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને ૧૦-૧૦ ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
વાવાઝોડાની આગાહી પણ યથવાત હોવા છતા દ્વારકાના જોખમી વિસ્તારોમાં યાત્રીકો જોખમી સેલ્ફી લઇ જીવ જોખમમાં મુકી રહ્યા છે, તો બીજી બાજુ પોલીસ બંદોબસ્ત ન હોવાથી ખુલ્લેઆમ યાત્રીકોની અવર-જવર થઇ રહી છે.
સંભવિત વાયું વાવાઝોડાની આગાહીના પગલે દ્વારકા,ઓખાને જોડતી મોટા ભાગની ટ્રેનો પણ રદ્દ છે. પરંતુ અનેક યાત્રીકો ખાનગી વાહનો અને કાર મારફતે દ્વારકા આવી રહ્યા છે. દ્વારકા આવતા તમામ યાત્રીકોને સુચના છે કે, દેવદર્શન કરી હોટલોમાં રોકાણ ન કરવું, તેમજ દરિયા કાંઠે ન જવું જેવી સ્પષ્ટ સુચના હોવા છતા પ્રવાસીઓ જોખમી દરિયાકાંઠા વિસ્તારમાં સેલ્ફી લઇ જીવ જોખમમાં મુકી રહ્યા છે.
ખાસ કરીને ભડકેશ્વર મહાદેવ મંદિરે કે જે અરબી સમુદ્ર નજીક આવેલ છે. જ્યાં હાલ યાત્રીકોની અવર-જવર પર પ્રતિબંધ છે. છતા પણ ખુલ્લેઆમ અવર-જવર જોવા મળી રહી છે. છતા પણ તંત્ર હકિકતથી અજાણ હોવાથી સિક્યુરિટી પણ મુકી નથી અને પ્રવાસીઓ તોફાની દરિયા કાંઠે સેલ્ફી લઇ રહ્યા છે. જો કોઇ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.