આણંદ : શહેર સહિત જિલ્લાના ગામોમાં પણ કોરાનાના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે પણ નવા ૭૮ કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૬૧૧ થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.
ઉત્તરાયણના તહેવાર બાદ લોકોએ સાવચેતીમાં બેદરકારી દાખવી હશે, તો કોરોનાના કેસો વધશે તેવી શક્યતા છે
જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૦૯૬૩ સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી ૧૦૩૦૨ ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.અત્યાર સુધી કોરોના કુલ ૬૮૩૬૧૪ ટેસ્ટ થયા છે. હાલ ૨૧ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે ૨૦ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
Other News : આણંદ જિલ્લાના ખંભાતમાં ઉત્તરાયણ બાદ ઉજવાતી દરીયાઈ ઉત્તરાયણ અંગે મહત્વનો નિર્ણય : જાણો