Charotar Sandesh
ગુજરાત

આપ નેતા વિજય સુવાળા ભાજપમાં જોડાશે, આવતીકાલે ૧૨ વાગ્યે કમલમમાં કેસરિયો ખેસ પહેરશે

વિજય સુવાળા

અમદાવાદ : જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. આપમાં જોડાયાના છ મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપ સાથે જોડાશે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, આવતી કાલે ૧૨ વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરશે. ગઈ કાલે જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. નોંધનીય છે કે ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા.

ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા

વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.

Other News : ઓફલાઈન શિક્ષણ બંધના કરવું પડે શાળા દ્વારા કોરોના સંક્રમિત વિદ્યાર્થીની માહિતી ડીઈઓને અપાતી નથી !

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલની જુગાર રેઇડના પગલે મહુવા પો.સ્ટે.ના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં DG આશિષ ભાટિયા

Charotar Sandesh

પેટાચૂંટણી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા…

Charotar Sandesh

આઇશા આપઘાત કેસ : પતિએ વોટ્‌સએપ સ્ટેટસ મૂકતા વિવાદ સર્જાયો…

Charotar Sandesh