છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૦૫ કેસ નોંધાયા છે અને ત્રીજી લહેરના સૌથી વધુ ૨૫ના મોત થયા છે
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં એકાએક ઘટાડો આજે નોંધાયો છે, રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૦૫ કેસ નોંધાયા છે અને ત્રીજી લહેરના સૌથી વધુ ૨૫ના મોત થયા છે. આ પહેલા ૨૨ જાન્યુઆરીએ ૨૩૧૫૦ કેસ નોંધાયા હતા. જે ૨૪ જાન્યુઆરીએ ૪૦ ટકા જેટલા ઘટીને ૧૩૮૦૫ થયા છે. તેમજ ૧૩૭૬૯ દર્દી સાજા થયા છે. જેને પગલે રિકવરી રેટ સુધરીને ૮૬.૪૯ ટકા થયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૪૪૧ કેસ, વડોદરામાં ૩૨૫૫ કેસ, સુરતમાં ૧૩૭૪ કેસ અને રાજકોટમાં ૧૧૪૯ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૬, વડોદરામાં ૪, સુરતમાં ૪, જામનગરમાં ૩, રાજકોટમાં ૨, ભાવનગરમાં ૨, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને વલસાડમાં ૧-૧ દર્દીના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ ૭૬ હજાર ૩૬૦ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૨૭૪ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૯ લાખ ૩૦ હજાર ૯૩૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે.
Other News : રાજ્ય સરકારને કોરોના ઘટાડવા અંગે સલાહ આપનાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જ કોવિડ ગાઈડલાઈન્સ ભૂલ્યા !