Charotar Sandesh
ગુજરાત

આણંદ ખાતે યોજાયેલ મહેસુલી મેળામાં ૪૭પથી વધુ રજૂઆતો પૈકી ૩પ૦નો સ્થળ પર નિકાલ કરાયો

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ હકારાત્મક અભિગમ સાથે પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો

આણંદ : આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો મહેસુલ અને જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં વર્ષોથી મહેસુલ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કચેરીઓના આંટાફેરાથી પરેશાન બનેલ અરજદારો બપોર બાદ મોટી સંખ્યામાં ઉમટયા હોવાનું જોવા મળ્યું હતું.

જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ, જમીન દફતર સહિતની ફરિયાદોના નિરાકરણ માટે જુદા જુદા સેકશન પાડીને અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી

જો કે અગાઉની મહેસુલી મેળાનો નિયત સમય સાંજે પ વાગ્યા સુધીનો હતો. પરંતુ અરજદારોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. જેથી મોડી સાંજ સુધી , લગભગ રાત્રે સાડા સાત વાગ્યા સુધી મહેસુલ મંત્રીએ અરજદારોની રજૂઆતો, પ્રશ્નોને સાંભળ્યા હતા.

મેળો પૂર્ણ થયા બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે ૪૭પથી વધુ લોકફરિયાદો, રજૂઆતો સાંભળી. જેમાંથી ૩૫૦થી વધુનો સ્થળ પર નિકાલ કરાયો છે. જયારે અન્ય બાકી પ્રશ્નોના નિયમોનુસાર નિરાકરણ માટે સંલગ્ન વિભાગ, અધિકારીને સૂચના આપવામાં આવી હતી.આણંદ જિલ્લા કલેકટર મનોજ દિક્ષણીએ પ્રારંભે સૌને આવકારીને મહેસુલી મેળાની રુપરેખા આપી હતી.

Other News : વિદેશમાં જવાની લાલચ આપી કબુતરબાજી કરતા એજન્ટોથી દૂર રહો : DGP

Related posts

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરી, ૧૦૮ ને બદલે માત્ર ૫ કળશમાં પાણી ભરાશે…

Charotar Sandesh

લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પાસા હેઠળ ગુનો નોંધી શકાય નહીં : હાઈકોર્ટ

Charotar Sandesh

પાંચ હજારથી વધુ લોકોએ ૩ મિનિટથી વધુ સમય ત્રાડાસન યોગ કરીને વિશ્વવિક્રમ સર્જીયો…

Charotar Sandesh