Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ-સુરત પછી ત્રીજી મહાનગરપાલિકા-વડોદરાએ મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવ્યું

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municiple)

રાજ્યની વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municiple) ના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-ર૦રરનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ મુંબઇ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સંપન્ન થયું

વડોદરા : રાજ્યની વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municiple) ના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-ર૦રરના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ અવસરે શ્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઇમાં આયોજિત સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા BSEની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો.

‘અમૃત’ મિશન હેઠળ મહાનગરપાલિકાએ આપવા પાત્ર ફાળાની રૂ. ૧૦૦ કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા વડોદરાએ મેળવી

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municiple) એ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-‘‘અમૃત’’ યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. ૧૦૦ કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે.

આઝાદીના અમૃત વર્ષે વડોદરા મહાનગર માટે આ બોન્ડ શહેરી સુવિધા વિકાસનો અમૃત કાળ બનશે : મુખ્યમંત્રીશ્રી

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત ર૪ માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ ૪.પર ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહિ, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. ૧૦૦ કરોડના આ બોન્ડ સામે ૩૩ રોકાણકારો દ્વારા ૧૦.૦૭ ગણુ વધારે એટલે કે રૂ. ૧૦૦૭ કરોડની બિડ થઇ હતી.

વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે ૭.૧પ ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકાના આ સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ થવા માટે મહાનગર સેવા સદનની સમગ્ર ટીમ અને મેયર શ્રી કેયુર રોકડીયા તથા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municiple) દ્વારા બોન્ડ થકી ઉભી કરાયેલી રકમ રૂ. ૧૦૦ કરોડ સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ તથા અમીતનગર ખાતેના એ.પી.એસ. પેટે વાપરવામાં આવનાર છે. સિંઘરોટ ખાતેના પાણી પુરવઠાના પ્રોજેક્ટ થકી શહેરના લોકોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : રાજયના પશુપાલકો ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાય કરીને શ્રેષ્ઠ આજીવીકા મેળવી રહયાં છે

Related posts

રાજકીય કિન્નાખોરી રાખી મારી સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ રદ્દ કરાયું : કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત

Charotar Sandesh

રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, શરદી-ઉધરસ જેવા કેસોમાં વધારો

Charotar Sandesh

ભૂમાફિયાઓ સાવધાન : ગેરકાયદે જમીન પચાવી પાડનાર હવે નહિ બચે…

Charotar Sandesh