જળ સંચય માટે રજતતુલા માત્ર મુખ્યમંત્રીશ્રીની નથી-જનહિત માટે-પાણી માટે કાર્ય કરતા એક એક કાર્યકર્તાની છે – CM ભૂપેન્દ્રભાઈ પટેલ
ઉપલેટામાં શ્રી ગોકુલ ગૌ સેવા સદન-અરણી તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ-ઉપલેટા દ્વારા મુખ્યમંત્રીશ્રીનો રજતતુલા સમારોહ સંમ્પન
રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે CMશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકા શાળા ખાતે રજતતુલા સમારોહ શ્રી ગોકુલ ગૌ સેવા સદન-અરણી તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ-ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જળ સંગ્રહ અભિયાન માટે થયેલી આ રજતતુલા માત્ર એક મુખ્ય મંત્રીની નથી પરંતુ જન અને જલહિત માટે પરિશ્રમ કરતા ગુજરાતના એક એક કાર્યકર્તાની છે.
જળ સંચયમાં જનભાગીદારીથી વરસાદના પાણીનું એક એક ટીપુ બચાવવુ છે : CMશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
સૌરાષ્ટ્રમાં જળ અભિયાન માટે જનભાગીદારીના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી પ્રેમજી બાપાના કાર્યને બિરદાવી તેમણે ચીંધેલા માર્ગે ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં હજુ વધુ ચેકડેમોના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીના વજન કરતા વધારે ૧૦૫ કિલો રજત સહિત કુલ ૧.૧૫ કરોડનો લોકફાળો કાર્યક્રમ આયોજીત સંસ્થાઓ જળ અભિયાન માટે વાપરશે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જળસંગ્રહ અભિયાન માટે જન આંદોલનમાં જન જનનો આધાર અગત્યનો છે.
CMશ્રીએ પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનના સ્વાસ્થ્યની સાથે સાથે આપણા અને આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુધારવા સૌને પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે જળસંગ્રહના કાર્યો માટે રોટરી ક્લબ-રાજકોટ તથા અન્ય ૧૧ દાતાઓએ રૂ. ૨૫ લાખથી લઈને ૫ લાખ સુધીના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા. પાટણવાવના જળસંચયના કામના દાન ચેક મુખ્યમંત્રીશ્રી પાસેથી જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વિકાર્યો હતો.
Advocate Mukesh Danak – Mo. 72260 11144
Other News : ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતમાં દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી