આણંદ : ગત ૧૦ એપ્રિલના રોજ ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાનાર શોભાયાત્રા દરમ્યાન અસામાજીક ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને કોમી અથડાણ સર્જાઇ હતી. આ બનાવમાં કેટલાક આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મંજુર કરાયા હતા, જેમાં સંડોવાયેલ ખંભાતમાં રહેતો આરોપી જાવેદ હુસેન અનવર હુસેન મલેક ભાગીને વડોદરામાં છુપાયો હતો તેમજ આ મામલે સંડોવાયેલ એક સગીર પણ યાકુતપુરામાં સંતાયો હતો, જે બંને આરોપીઓને વડોદરાના પીસીબીએ ઝડપી પાડી આણંદની પોલીસને સોંપેલ છે.
આ હિંસામાં અલગ-અલગ પોલીસની ટીમે છ જેટલા આરોપીઓના રિમાન્ડ મંજુર કરી પુછપરછ હાથ ધરવામાં આવેલ, દરમ્યાન પોલીસ આગવી ઢબે માહિતી મેળવતા જાણવા મળેલ કે આ ફુલપ્રુફ પ્લાન ઘડવામાં આવેલ, અને તેઓએ પથ્થરમારાની ઘટના માટે ત્રણ વખત મિટીંગ કરી હોવાની કબુલાત કરેલ છે. આ મિટીંગ મુખ્ય સુત્રધાર મૌલવ અને જામશેદના ઘરે યોજાઈ હતી.
પોલીસે સીસીટીવી ફુટેજની આધારે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે
વધુમાં, આ હુમલાખોરોને કોણે ફંડિંગ આપ્યું અને કોણે મદદ કરી હતી તે અંગે મૌલવીઓની પુછપરછ હાથ ધરાઈ છે, જેથી આ અંગે વધુ ખુલાસા સામે આવે તેમ છે. રામનવમીના દિવસે થયેલા હિસામાં સંડોવાયેલ એક સગીર સહિત બે શખ્સો વડોદરાના યાકુતપુરા વિસ્તારમાંથી પીસીબી દ્વારા ઝડપી લેવાયા છે.
Other News : ગ્રીષ્મા હત્યાના દોષિત ફેનિલને બંને પક્ષોની દલીલો ૨૬ એપ્રિલે સજા અપાશે : ફેનિલના ચહેરા પર કોઈ પસ્તાવો ન દેખાયો