Charotar Sandesh
ગુજરાત

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજાઇ

CM ભૂપેન્દ્રભાઈ પટેલ

ટ્રેડ એન્ડ કોમર્સ ક્ષેત્રે ગુજરાત સાથે MoU કરવા થાઇલેન્ડ ઉત્સુક

ગાંધીનગર : રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત સુશ્રી પટ્ટારાટ હોંગટોંગ pattarat Hongtong અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.

આ બેઠકની વાતચીતમાં તેમણે ગુજરાતના જામનગરમાં WHO અને આયુષ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન GCTM સહભાગીતા અને આયુષ-આયુર્વેદ પદ્ધતિના આદાન-પ્રદાન માટે થાઇલેન્ડની તત્પરતા દર્શાવી.

થાઇલેન્ડ રાજદૂતે CM ભૂપેન્દ્ર પટેલને આ સંદર્ભમાં જણાવ્યું કે, થાઇલેન્ડમાં પણ આયુષ પદ્ધતિ અને આયુર્વેદ ઉપચાર માટેની એક હોસ્પિટલ ચાલે છે. એટલું જ નહિ, થાઇલેન્ડમાં આયુર્વેદ પ્રોડક્ટ કંપનીઓ પણ કાર્યરત છે ત્યારે ગુજરાતના આ વર્લ્ડ કલાસ સેન્ટરનો વ્યાપક લાભ થાઇલેન્ડ પણ લેવા ઉત્સુક છે. તેમણે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ટુરિઝમ અને ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની સંભાવનાઓ અંગે આ બેઠકમાં પરામર્શ કર્યો હતો.

થાઇલેન્ડ રાજદૂતે CM ભૂપેન્દ્રભાઈ પટેલને થાઇલેન્ડની મુલાકાત લેવાનું પણ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું

CMએ થાઇલેન્ડ પ્રતિનિધિમંડળ અને રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાનું નિમંત્રણ આપ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : ઉનાળામાં લાઈટબીલ ઓછું લાવવા વિજચોરી કરતાં વીજ ધારકો : આણંદ જિલ્લામાં જુઓ કયા પડ્યા દરોડા

Related posts

છૂટછાટ મળ્યા બાદ પણ સુરતમાં માંડ ૩ ટકા જેટલા હીરા ઉદ્યોગ શરૂ થયા…

Charotar Sandesh

પંચકોશી નર્મદા પરિક્રમા : ઉત્તર વાહિની પરિક્રમા શું છે ? ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ શું છે ?

Charotar Sandesh

હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે : ભરતસિંહ સોલંકી

Charotar Sandesh