વડોદરા : PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરાથી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ નો શુભારંભ કરાશે, તેમજ વડાપ્રધાન ૧૮ જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી, દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે.
ત્યારે PM મોદીના આગમન પહેલા એટીએસની ટીમે શંકાસ્પદ એક મહિલા સહિત ૪ શંકાસ્પદોની અટકાયત કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રતિબંધિત સંગઠન સિમી સાથે પહેલા સંકળાયેલ અને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અગાઉ એટીએસની ટીમે અટકાયત કરેલ શહેરના મુસ્લિમ ડોક્ટર એસોસિયેશનના સભ્ય ડો.સાદાબ પાનવાલાને બુધવારના રોજ વહેલી સવારે ૩.૩૦ વાગે એટીએસની ટીમે અમદાવાદ લઈ જઇ પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવેલ મુજબ, એટીએસની ટીમે રાજ્યભરમાંથી શંકાના આધારે ૩ થી ૪ની અટકાયત કરીને સઘન પૂછપરછ કરાઈ છે, આ ધરપકડનું કારણ હજુ સુધી માલૂમ પડેલ નથી, શંકાસ્પદ વ્યક્તઓમાં ડો. સાદાબ પાનવાલાની પૂછપરછ માટે એટીએસ ટીમે ગુપ્તપણે ઓપરેશન પાર પાડેલ, જેમાં પોલીસના ધાડા જોઈ આસપાસમાં ગભરાટ ફેલાવા પામેલ હતો.
Other News : હવે આડેધડ વાહન મુકતા પહેલા સાવધાની રાખજો : જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ