Charotar Sandesh
ટ્રેન્ડીંગ બોલિવૂડ

‘ધ કપિલ શર્મા શો’ માંથી કોમેડિયન કપિલ શર્મા બ્રેક લેશે…

મુંબઈ,
’ધ કપિલ શર્મા શો’નો હોસ્ટ તથા કોમેડિયન કપિલ શર્મા પત્ની ગિન્ની માટે શોમાંથી બ્રેક લેવાનો છે. કપિલ શર્મા પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વેકેશન પર જવાનો છે. કપિલ શર્માની પત્ની હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેથી જ કપિલ શોમાંથી બ્રેક લેવાનો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપિલ શર્મા તથા ગિન્ની ૧૦ દિવસ માટે કેનેડા જશે. કપિલ શર્માએ ૨૩ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી શોમાંથી બ્રેક લીધો છે. ગિન્નીને હાલમાં ચોથો મહિનો જાય છે. રજા પરથી પરત આવ્યા બાદ કપિલ તરત જ શોનું શૂટિંગ શરૂ કરશે. રજા પર જતા પહેલાં કપિલ શર્મા એડવાન્સમાં શોનું શૂટિંગ કરશે.

કપિલ શર્મા તથા ગિન્નીએ ગયા વર્ષે ૧૨ ડિસેમ્બરે જલંધરમાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ કપિલે અમૃતસર, દિલ્હી તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.

Related posts

અંતે સલમાનની જીજા આયુષ સાથે ‘કભી ઇદ કભી દિવાલી’

Charotar Sandesh

યામી ગૌતમના લગ્ન પછી પહેલો ફોટો આવ્યો સામે, નવી નવેલી દુલ્હનના પરિધાનમાં જોવા મળી…

Charotar Sandesh

બોલીવુડની હસ્તીઓ કોરોનાની ઝપેટમાં : અભિનેત્રી આલિયા ભટ્ટ થઈ કોરોના સંક્રમિત…

Charotar Sandesh