Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કણજરી-બોરીયાવી સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી : ઈન્ટરસીટી એક્સપ્રેસના ત્રણ ડબ્બા છુટ્ટા પડ્યા, જુઓ

કણજરી-બોરીયાવી સ્ટેશન

એન્જીન સાથે ત્રણ ડબ્બા ૩૦૦ મીટર આગળ નીકળી ગયા, અકસ્માત થતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા

આણંદ : બોરીયાવી નજીક ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનાં ત્રણ ડબ્બા છુટા પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે મુસાફરોના ડરનો માહોલ સર્જાયો હતો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કણજરી બોરીયાવી રેલ્વે સ્ટેશન ઉપર પેસેન્જર ભરેલી અમદાવાદ-વડોદરા ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી, ત્યાં એન્જીન અને બોગી વચ્ચે આવેલ કપ્લીન તુટી જતા ટ્રેનના ત્રણ ડબ્બા છુટા પડતા મોટી દુર્ઘટના ટળી હતી, ટ્રેનમાં સવાર પેસેન્જરો બે કલાકથી વધુ સમય સુધી અટવાતા અસુવિધાના કારણે ત્રાહીમામ થયા હતા. આ બનાવ બાદ નડીયાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Other News : આણંદ જિલ્લામાં ૧૭,૬૪,૩૮૪ મતદારો નોંધાયા : સૌથી ઓછા મતદારો સોજીત્રા વિધાનસભામાં, જુઓ

Related posts

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ…?

Charotar Sandesh

સેવાધામ ગોકુલધામ નાર ખાતે વૃધ્ધોને અને ગરીબોને શિયાળાની શરૂઆતમાં જેકેટ-ટોપીનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા…

Charotar Sandesh