Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

બ્રેકિંગ : વિધાનસભાની ચુંટણીઓ પહેલા ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ, જુઓ વિગત

આઈએએસ અધિકારીઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસન મૂકાયા છે

ગાંધીનગર : આગામી વિધાનસભાની ચુંટણીઓ અગાઉ બદલીનો દોર શરૂ થયો છે, ત્યારે વધુ ર૩ આઈએએસ અધિકારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસન મૂકાયા છે અને આ સાથે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરાઈ છે. કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે ફરજ ઉપર મુકાયા છે.

આણંદ જિલ્લા કલેક્ટર એમ.વાય.દક્ષિણીની સચિવાલય ગાંધીનગર મુકાયા છે, જ્યારે સુરતના ડીવલોપમેન્ટ ઓફીસર ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે

બીજી તરફ રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયેલ છે, તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કરલેક્ટર તરીકે અને આ ઉપરાંત જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કેલેક્ટર તરીકે ફરજ સોંપાઈ છે, પ્રવીણા ડિ.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે.

Other News : કણજરી-બોરીયાવી સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી : ઈન્ટરસીટી એક્સપ્રેસના ત્રણ ડબ્બા છુટ્ટા પડ્યા, જુઓ

Related posts

પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી : ભાજપે ૩ પાલિકા આંચકી…

Charotar Sandesh

ભાજપના હેમા માલિની, પરેશ રાવલ, મનોજ તિવારી સહિતના ૪૦ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે

Charotar Sandesh

આજથી ૪ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

Charotar Sandesh