Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

મોરબી પુલ દુર્ઘટનામાં હજુ પણ કેટલાક લોકો મિસિંગ? ચોથા દિવસે પણ રેસ્કયુ કામગીરી ચાલું

મોરબીમાં જુલતો પુલ

મોરબી : મોરબીમાં જુલતો પુલ રવિવારે સાંજે તૂટી પડ્યો હતો ત્યારબાદથી સતત rescue operation ની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક લોકો missing હોવાની માહિતી સામે આવી રહી હોવાથી તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યું છે કે હજુ પણ આગામી ચાર દિવસ સુધી આ તમામ જવાનોને અહીંયા rescue operationની કામગીરી માટે રાખવામાં આવશે.

હાલમાં મળતી માહિતી મુજબ અહીંયા એનડીઆરએફના જવાનો, આર્મીના જવાનો, નેવીના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો આમ ૫૦૦ જેટલા જવાનો rescue operation કરી રહ્યા છે અને આ જવાનો આગામી ચાર દિવસ સુધી જુલતા પુલની અંદર જે લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હોય અને તેની ડેડબોડી પાણીમાં હોય તો તેને શોધવાની કવાયત કરશે તેની સાથોસાથ જે લોકોના મોબાઇલ સહિતના ઇન્સ્ટ્રૂમેન્ટ કે અન્ય કોઈ વસ્તુઓ નદીના પાણીમાં નીચે પડી ગયો હતો તેને પણ શોધીને police station કરી રહ્યા છે તેવી માહિતીઓ મળી રહી છે.

પત્ર અંગે કલેકટરે જણાવ્યું હતું કે તેઓ તેની તપાસ કરાવશે અને તે દરમિયાન કોઈ વાતચીત થઈ છે કે કેમ તે શોધી કાઢશે. Collector ના મતે, તેઓ માત્ર ૨ અઠવાડિયા પહેલા જ જોડાયા છે, તેમણે તેમના અગાઉના collector ની કામગીરી અંગે જણાવ્યું હતું કે તેમણે સારી કામ કર્યું છે, તેમની તરફથી કોઈ ગડબડી નહોતી અને જ્યાં સુધી bridge ને પરમિશન આપવાની વાત છે તો આ પાલિકા દ્વારા ભરવામા આવતું પગલું છે.

આ ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ વાતચીત કરવામાં આવી છે, collector ના જણાવ્યા મુજબ ૧૭ લોકો સારવાર હેઠળ છે, ૧૩૫ લોકોના મોત થયા છે, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, જે વ્યક્તિ ગુમ છે તે પંજાબનો રહેવાસી છે, મોરબી વહીવટીતંત્ર તેના પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને તમામ વિગતો મંગાવવામાં આવી રહી છે.

NDRF, આર્મી, ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ સહિત ૧૮ બોટ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત કરવામાં આવી છે

Other News : તક્ષશિલા કાંડ, લઠ્ઠાકાંડ જેવી આ ૫ મોટી દુર્ઘટનામાં કમિટી રચાઈ, પણ મોટાં માથાં પકડી શકી નહીં !

Related posts

ગુજરાતનો યુવાન તક ન મળતા ગેરકાયદેસર અમેરિકા જઈ રહ્યા છે : અર્જુન મોઢવાડિયાનો કટાક્ષ

Charotar Sandesh

આ વર્ષે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે ! હવામાન વિભાગ દ્વારા કરાઈ આ આગાહી

Charotar Sandesh

‘૧ લાખ રોકીને મહિને ૩૦થી ૪૦ હજારની કમાણી’… સ્કીમ સમજાવી કરી છેતરપિંડી…

Charotar Sandesh