Charotar Sandesh
સ્પોર્ટ્સ

T20 World Cup : ઇગ્લેંડે શ્રીલંકાને ૪ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં બનાવી જગ્યા

ઇગ્લેંડે શ્રીલંકા

સિડની : T20 World Cup ઇગ્લેંડે શ્રીલંકાને સિડનીમાં રમાયેલા મુકાબલામાં શનિવારે ૪ વિકેટથી માત આપી છે. આ જીત સાથે જ ઇગ્લેંડ સેમીફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઇ છે. ઇગ્લેંડની જીત સાથે જ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું ચૂર ચૂર થઇ ગયું છે. સિડનીમાં શ્રીલંકાએ પહેલાં બેટીંગ કરતાં ૧૪૨ રનનો ટાર્ગેટ આપ્યો. તેના જવાબમાં ઇગ્લેંડે ૬ વિકેટના નુકસાન સાથે મેચ જીતી લીધી. ટીમ માટે બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સએ મેચ વિનિંગ રમત રમી.

ઇગ્લેંડની શરૂઆત દમદાર રહી હતી. શ્રીલંકાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટી માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન બટલરે ૨૩ બોલનો સામનો કરતાં ૨૮ રન બનાવ્યા. તેમણે ૨ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. હેલ્સે ૩૦ બોલનો સામનો કરતાં ૪૭ રન બનાવ્યા.

આ ઇનિંગમાં ૭ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી

હેરી બ્રૂક્સ અને લિયામ વિલિંગસ્ટોન કંઇ ખાસ કરી શક્યા નહી. આ બંને ખેલાડી ૪-૪ રન બનાવીને આઉટ થઇ ગયા. મોઇન અલી ફક્ત ૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. સૈન કર્રન પણ ૧૧ બોલનો સામનો કરતાં ૬ રન બનાવીને આઉટ થઇ ગયા.

Other News : ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપના નાકમાં દમ કરી દીધો છે : શિવસેના

Related posts

આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપઃ ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર કેપ્ટન

Charotar Sandesh

સુપર સિક્સ ફોર્મેટ આધારે રમાશે મેચ, ટુર્નામેન્ટમાં ૧૪ ટીમો રમશે…

Charotar Sandesh

રોહિત શર્માની ટીમે ૫મી આઈપીએલ ટ્રોફી જીતતા ફેન્સે વિરાટની ઉડાવી મજાક…

Charotar Sandesh