આણંદ : રેલ્વે મુસાફરી દરમ્યાન સ્ટેશન અને ટ્રેનમાં ચોર-તસ્કરો ફરતાં હોય છે અને ચોરીને અંજામ આપતા હોય છે, ત્યારે આણંદ રેલ્વે સ્ટેશન નજીક બીકાનેર-દાદર ટ્રેનમાં એક મુસાફરની એક લાખની મત્તા ભરેલી બેગ ચોરી થતાં રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ખાતે રહેતા વેપારી રોહિત રાજેશભાઈ બૈદ ૧લી નવેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે બીકાનેર-દાદર ટ્રેનમાં સુરત જવા નીકળ્યા હતા, ત્યારે રાત્રી દરમ્યાન મોબાઈલ, સામાન, રોકડ સહિત્ એક લાખની મત્તા ભરેલ બેગ મુસાફરની નજર ચૂકવી કોઈ શખ્સ લઈને ફરાર થઈ ગયેલ.
આ બાબતે આણંદ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ગુનામાં બે આઈફોન, આધારકાર્ડ, રોકડ રૂપિયા સહિત એક લાખની મત્તા હોવાનું જાણવા મળેલ છે.
(તસ્વીર : પ્રતિકાત્મક)
Other News : હવે લોકડાઉનનો ભયાનક નજારો જોવા મળશે ફિલ્મ ‘ઈન્ડીયા લોકડાઉન’ માં, જુઓ વિગત