Charotar Sandesh
ગુજરાત

આજે ચંદ્રગ્રહણ : સાંજે ૫.૨૩ થી ૬.૧૯ સુધી ચંદ્રગ્રહણનો સમય, જુઓ શું ન કરવું ?

ચંદ્રગ્રહણ

દેશમાં ચંદ્રગ્રહણનો સુતકકાળ સવારે ૯.૨૧ કલાકથી શરૂ થયો છે તેમજ સાંજે ૬.૧૮ વાગ્યે સમાપ્ત થશે. આજે આ સાલનું છેલ્લુ ચંદ્રગ્રહણ છે, સુતક ચંદ્રગ્રહણના ૯ કલાક પહેલા પ્રારંભ થાય છે.

આ સમયમાં શુભ કાર્ય કે પૂજા કરવાની કે દિપ પ્રગટાવવાની મનાઈ હોય છે, ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ દેવ દિવાળીના દિપ પ્રગટાવી શકાશે. ગ્રહણ દરમ્યાન મંત્રજાપ કરવા માટે ઘરમાં કોઈ શાંત અને સાફ જગ્યાએ બેસી જાવ, મંત્રજાપ સમયે અવાજ કર્યા વિના મનમાં જ કરશો તો વધારે સારુ. જે દેવી-દેવતાના મંત્રનો જાપ કરવા ઈચ્છો છો, તેમનું ધ્યાન કરો. વધુમાં મંત્રજાપ કરતી વખતે માથું ઢાંકીને રાખો અને જાપ પૂર્ણ થયા પછી આસન નીચે પાણી છાંટીને ઊભા થવું.

આ ચંદ્રગ્રહણ ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને પેસિફિકમાં નરી આંખે જોઈ શકાશે

આવતા વર્ષે ૨૦ એપ્રિલ મહિનામાં સૂર્યગ્રહણ થશે. આ સાથે ૫ મે ૨૦૨૩ના રોજ ઉપછાયા ચંદ્રગ્રહણ અને ૧૪ ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે. આ ત્રણેય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ એ આંશિક ચંદ્રગ્રહણ થશે, જે ભારતમાં દેખાશે.

Other News : કોંગ્રેસનો મોટો આરોપ, ’ભાજપે ૨૭ વર્ષમાં એક પણ નવી સરકારી શાળા કે હોસ્પિટલ બનાવ્યા નથી’

Related posts

ચૂંટણી તારીખોની જાહેરાત : ગુજરાતની જનતા બદલાવ માટે તૈયાર, અમારી જીત થશે : કેજરીવાલ

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના અંત તરફ, ૯ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ : રિકવરી રેટ ૯૭.૬૬ ટકા…

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૮-૨૯ જૂલાઈએ ગુજરાત અને તામિલનાડુના પ્રવાસે

Charotar Sandesh