ભાજપના આણંદના ઉમેદવાર યોગેશ પટેલ (બાપજી), ઉમરેઠના ગોવિંદભાઈ પરમાર, સોજીત્રાના વિપુલભાઈ પટેલ ફોર્મ ભર્યું
આંકલાવ વિધાનસભા બેઠક પર હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી
આણંદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકોમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થયા છે, ઉમેદવારી પત્રો ભરવાના આજના છઠ્ઠા દિવસે તા. ૧૫/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ જિલ્લાની વિધાનસભાની ૭ પૈકી ૬ બેઠકો ઉપર ૨૩ ઉમેદવારોના કુલ મળી ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા.
(૧) આણંદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે યોગેશભાઇ રવજીભાઇ પટેલે ૪ ઉમેદવારી પત્રો, નિતાબેન ભરતભાઇ સોલંકીએ ૧ ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાન્તિભાઇ મણીભાઇ સોઢા પરમારે ૨ ઉમેદવારી પત્રો તથા AAPના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતભાઇ સેડલીયા અને મેહુલકુમાર વિનોદભાઇ વસાવાએ ૧-૧ ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.
(ર) ખંભાત વિધાનસભા બેઠક ઉપરથી આજે કુલ ૫ ઉમેદવારી પત્રો ભરાયા હતા. (૩) બોરસદ વિધાનસભા બેઠક ઉપર આજે ૪ ઉમેદવારોએ કુલ ૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા. (૪) ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે ૩ ઉમેદવારોએ કુલ ૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ રઇજીભાઇ પરમારે ૪ ઉમેદવારી પત્રો, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જયંતભાઇ રમણભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર અને AAPના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ ૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. (પ) પેટલાદ વિધાનસભા બેઠક પર આજે ૧ AAPના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડે નામાંકન પત્ર ભર્યું હતું.
(૬) સોજીત્રા વિધાનસભા બેઠક પર આજે ૫ ઉમેદવારોએ કુલ ૯ ઉમેદવારી પત્રો ભર્યા હતા. (૭) આંકલાવ વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારી પત્ર ભરાયું ન હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું છે.
Other News : ગુજરાત ચૂંટણીમાં મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાને લઈ આવ્યા સમાચાર, જુઓ