USA : અમેરિકા આ દિવસોમાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. શિકાગો અને ડેનવર જેવા શહેરો સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસથી નીચે આવી ગયું છે. જેના કારણે ૨ હજારથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તે જ સમયે, ૭ હજારથી વધુ ફ્લાઇટ્સનું શિડ્યુલ બગડ્યું.
અમેરિકામાં કોરોનાના કેસ વધવાની સાથે જ તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાના બેવડા પ્રકોપથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિકાગો, ડેનવર સહિત USAના અનેક શહેરોમાં હાડકાં ભરી દે તેવી ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસથી અનેક ડિગ્રી નીચે ગગડી ગયું છે.
હિમવર્ષા અને વરસાદને કારણે ઉભી થયેલી ખરાબ સ્થિતિને કારણે ૨ હજારથી વધુ ફ્લાઈટ્સ સ્થગિત કરવી પડી હતી
USAમાં ભારે હિમવર્ષાના વાવાઝોડાએ દેશને ઘૂંટણિયે લાવી દીધો છે. ત્યાં લગભગ ૨૦ કરોડ લોકો ચક્રવાતની ઝપેટમાં આવી ગયા છે અને ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.ઠંડી એટલી ભયંકર છે કે ઉકળતું પાણી થોડીક સેકન્ડોમાં બરફ બની રહ્યું છે.
USAથી CANADAના ક્વિબેક સુધી આ ચક્રવાત ૩૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. જેના કારણે ૧૫ લાખ લોકોના ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. USAનું શહેર મોન્ટાનામાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.