આણંદ : ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ખાસ કરીને ચાઈનીઝ પ્રકારની દોરીથી અનેક પક્ષીઓ ગંભીર પ્રકારે ઘાયલ થાય છે. અને તેઓને કાયમી ખોડ ખાંપણ કે મૃત્યુનો ભોગ બનવાની ઘટનાઓ બને છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવ, સારવાર અને પુનઃ સ્થાપન માટે સરકારશ્રી દ્વારા વન -પશુપાલન વિભાગ તથા સેવાભાવી સંસ્થાઓ અને સ્વયં સેવકોની મદદથી કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વન વિભાગ અને પશુપાલન શાખા, વેટરનરી કોલેજ, આણંદના સર્જરી વિભાગ તેમજ સ્વયં સેવી સંસ્થાઓના સહયોગથી આણંદ જિલ્લામાં યોજાયેલ “કરૂણા અભિયાન-ર૦ર૩” અંતર્ગત તા.૧૦ થી ૧૫ સુધીમાં ૨૦૫ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. તે પૈકી ગંભીર રીતે ઘાયલ ૪૨ પક્ષીઓના મૃત્યુ થવા પામ્યા હતા. જ્યારે ૧૬૩ પક્ષીઓના જીવ બચાવી લેવાયા હતાં. આ પક્ષીઓમાં કબુતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઇબીઝ, હોલો, ઘુવડ, ચામાચીડીયું, ગીધ, શકરાબાઝ, કાબર સહિતના અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે.
ઉકત તમામ પક્ષીઓની સારવાર રાજ્ય સરકારની ઘાયલ પક્ષીઓના રેસ્કયુ તથા સારવાર કરવા માટેની માર્ગદર્શિકાનુ પાલન તમામ પશુ દવાખાનાઓ ખાતે કરવામાં આવ્યું હતું. તેજ રીતે તમામ સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા પણ આ સૂચનાઓનું પાલન કરાયું હતું.
શુપાલન ખાતાની કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાએ પણ પશુ-પક્ષી સારવાર માટે આગવું યોગદાન આપ્યું હતું
આ ઘાયલ તમામ પક્ષીઓને આગળની સારવાર અને પુનઃસ્થાપન માટે વેટરનરી કોલેજ, આણંદ ખાતે સર્જરી વિભાગના પક્ષી ઘર ખાતે તથા નંદેલી વન વિભાગની નર્સરી ખાતે રાખવામાં આવ્યા છે જ્યાં તેઓની તબીબોની દેખરેખ હેઠળ સારવાર કરવામા આવી રહી હોવાનુ વન-પશુપાલન વિભાગ દ્વારા જણાવાયુ છે.
Other News : આણંદ : ગામડીમાં ૧.૩૦ લાખની સામે ૪ વર્ષમાં ૩.૮૪ લાખ વ્યાજ વસુલી સતામણી કરનાર મહિલા સામે ફરિયાદ