Charotar Sandesh
ગુજરાત

રાત્રી દરમ્યાન દુકાનનું શટર તોડી ચોરી કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ઝોન-૧

LCB ઝોન-૧

Ahemdabad : ગઇ તા.૧૯/૦૪/૨૦૨૩ નો રાત્રીના કલાક ૨૧/૦૦ વાગ્યાથી તા.૨૦/૦૪/૨૦૨૩ સવાર કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન ગોતા ICB ફ્લોરા કોમ્પ્લેક્ષ ખાતે આવેલ હરિકૃપા ફાર્મસી નામની દવાની દુકાનમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ દુકાનનું ટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી દવાની દુકાન અંદર રહેલ કેશ કાઉન્ટરમાંથી કુલ્લે રૂપીયા ૧૬૮૬૧/- ની ઘરફોડ ચોરી કરી ગયેલ હોય

જે ચોરીના બનાવ બાબતે એલ.સી.બી. ઝોન-૧ પો.સબ ઇન્સ. એચ.એચ.જાડેજા સાહેબનાઓએ ઉપરોક્ત ચોરીના બનાવ બાબતે એવ.સી.બી. ઝોન-૧ સ્ટાફના માણસોને બનાવવાળી જગ્યાના તેમજ આસપાસ વિસ્તારના CCTV ફુટેજ તપાસી ચોર ઇસમ આરોપી શોધી કાઢવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જે સુચના આધારે LCB ઝોન-૧ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાના તેમજ આસપાસ વિસ્તારના CCTV ફૂટેજ તપાસી ચોર ઇસમની તપાસમાં રહેલ હતા તેમજ ઉપરોક્ત દવાની દુકાનના ચોરીના બનાવ સમય વખતેના CCTV ફૂટેજ તપાસતા જેમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ જેણે પોતાના શરીરે કાળા કલરનુ સફેદ ડિઝાઇન વાળુ આખી બાયનુ ટી-સર્ટ તથા કાળા કલરનુ સફેદ ડિઝાઇન વાળુ કોટન પેન્ટ પહેરેલ છે જે ઇસમ રાત્રીના સમયે ઉપરોક્ત હરિક્રૃપા મેડીકલ દુકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ કેશ કાઉન્ટરમાંથી ચોરી કરતો હોવાનુ જણાઇ આવેલ.

જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી આજરોજ અ.હે.કો. અરવિંદ ભાઇ ડાહ્યાભાઇ બ.નં.૪૯૧૭ નાઓ એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત બનાવ વાળી જગ્યાના CCTV ફુટેજમાં જણાયેલ ચોરી કરનાર ઇસમની ભાળ મેળવવા સારૂ બનાવવાળી જગ્યાના તેમજ આસપાસ વિસ્તારના CCTV ફુટેજ તપાસી ચોર ઇસમની તપાસમાં રહેવા ઝોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે ગઇ તા.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ મોડી રાત્રીના સમયે ગોતા ICB ફ્લોરા કોમ્પ્લેક્ષ ખાતે આવેલ હરિક્રૃપા ફાર્મસી નામની બંધ દવાની દુકાનમાંથી રોકડા રૂપીયા ૧૬૮૬૧/- ની ઘરફોડ ચોરી કરનાર આરોપી જયેશ સાઓ કાળુભાઇ મોહનભાઇ રાજા ભરથરી નાને ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા સાથે પકડી પાડી અટક કરી ગણતરીના દિવસોમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી LCB ઝોન-૧ પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

Other News : પાટીદાર અભિયાન : દીકરીઓની અછત નિવારવા ગુજરાત બહારના રાજ્યમાંથી પાટીદારોને દીકરી લાવવાનો નિર્ણય

Related posts

કોરોના સંકટ વચ્ચે આવતીકાલે ગણેશ ચતુર્થી : લોકો પોતાના ઘરમાં જ ઊજવશે…

Charotar Sandesh

ગુજરાતમાં શિયાળો જામ્યો, ૨ દિવસ કોલ્ડવેવની આગાહી : ગિરનાર થીજી ગયો, આબુમાં બરફની ચાદર

Charotar Sandesh

દારૂના અડ્ડા પર રેઈડ કરવા ગયેલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં હુમલો

Charotar Sandesh